________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૭૫
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” ઉપરોક્ત ગાથા ૧૩નો અનુવાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે –
'The scriptures establishing the existence of the soul, etc; are the sustainer of the deserving soul, where there is absence of living true Guru.'
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અન્ય ભાવાનુવાદોના પ્રમાણમાં શ્રી ડાહ્યાભાઈ મહેતાએ ઘણી ઓછી છૂટછાટ લીધી છે. મૂળ શાસ્ત્રના આશયની અદલ જાળવણી એ પ્રસ્તુત અનુવાદનાં સમૃદ્ધ પાસાં છે. અનુવાદકર્તા મૂળ કૃતિના શબ્દોને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા છે. જ્યાં જરૂર લાગી ત્યાં ઘણું કરીને કૌસમાં સ્પષ્ટતા આપી છે. અમુક સ્થળે રહેવા પામેલ અત્યંત અલ્પ માત્રાની ભૂલોને બાદ કરતાં, શ્રી ડાહ્યાભાઈ મહેતાનો અંગ્રેજી ભાષા ઉપરનો અસાધારણ કાબૂ તથા મૂળ શબ્દોને વફાદાર રહેવાની તેમની શૈલીના કારણે પ્રસ્તુત અનુવાદ ગંભીર ક્ષતિઓથી મુક્ત રહેવા પામ્યો છે.
શ્રી ડાહ્યાભાઈ સી. મહેતાકૃત પ્રસ્તુત અંગ્રેજી ગદ્યાનુવાદ સરળ, સુંદર તેમજ સચોટ ભાષાશૈલીના પ્રભાવે સર્વ વર્ગમાં પ્રીતિકર થઈ પડે એવો બન્યો છે અને સાથે સાથે સંનિષ્ઠ અનુવાદપદ્ધતિના પરિણામે તે ઉપયોગી અને અધિકૃત પણ ઠરે છે. (૪) 'The Self Realization' - બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી
બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અંગ્રેજી પદ્યાનુવાદનો રચનાકાળ જો કે વિ.સં. ૧૯૯૯-૨૦૦૦નો છે, પણ તેનું પ્રકાશન વિ.સં. ૨૦૪૧(ઈ.સ. ૧૯૮૫)માં 'The Self Realization' નામના પુસ્તકરૂપે થયું છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ ઈ.સ. ૧૯૧૪માં અંગ્રેજી સાહિત્ય સાથે B.A.ની ઉપાધિ મેળવી હતી, તો બીજી બાજુ તેમનું સમગ્ર જીવન ઉચ્ચ આધ્યાત્મિક સાધનામાં વ્યતીત થયું હોવાથી શબ્દ તથા ભાવ અને અપેક્ષાએ તેઓશ્રીનો આ અનુવાદ સૌથી ઉત્તમ થયો છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અવ્વલ દરજ્જાના આધ્યાત્મિક ગ્રંથને અંગ્રેજી જેવી સર્વથા અસમાન ભાષામાં અનુવાદિત કરવાનું કપરું કાર્ય તેમણે શ્રેષ્ઠ રીતે પાર પાડ્યું છે. અતિ કઠિન નહીં તેવી ભાષા, સુસંગત શબ્દોની યથોચિત ગોઠવણી, પંક્તિઓના અંતે સરળપણે રચાતો પ્રાસ, શૈલીની મધુરતા તથા સહજતા આદિ સબળ પરિબળોના આધારે પ્રસ્તુત પદ્યાનુવાદ પ્રભાવશાળી બની શક્યો છે.
આંગ્લ ભાષાની મર્યાદાઓના કારણે સુયોગ્ય અભિવ્યક્તિ માટે અનુવાદકશ્રીને ૧- જુઓ : ‘પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જન્મ-શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org