________________
ગાથા-૧૬
૩૪૧ ઇત્યાદિ પ્રકારે સાર-અસાર, હિત-અહિત, કર્તવ્ય-અકર્તવ્યનું ભાન થતું નથી અને તેથી તેના અંતરનું અજ્ઞાનતિમિર ટળતું નથી, સંસારભ્રમણનો અંત આવતો નથી. પરંતુ જો સદ્ગુરુની શુદ્ધ આત્મદશાનું માહાભ્ય ભાસે, તેઓશ્રી પ્રત્યે અનન્ય પ્રેમ-પ્રીતિ-પ્રતીતિરુચિ-ભક્તિ-ભાવ-ઉલ્લાસ પ્રગટે, તેમના શરણમાં સર્વાર્પણપણે સ્થિતિ થાય, તે સિવાય બીજું કાંઈ કર્તવ્ય ન મનાય, તેમની આજ્ઞા આરાધવામાં એકનિષ્ઠાએ અપ્રમત્ત પુરુષાર્થ જાગૃત રહે, દઢ અને નિશ્ચળ નિર્ધારપૂર્વક એક આત્મકલ્યાણ માટે જ સગુરુના શરણમાં ભવ ગળાય તો સ્વચ્છંદ નાશ પામે અને માર્ગપ્રાપ્તિ થાય.
જીવ સદ્ગુરુના અવલંબન વિના સ્વચ્છેદે અનેક સાધનો કરે તો સ્વચ્છંદપ્રવર્તનથી તેનું કલ્યાણ તો થતું નથી, પણ ઊલટું નુકસાન થાય છે. સદ્ગુરુ વિના જ્ઞાનમાર્ગે શાસ્ત્રાધ્યયનથી આત્મહિત સાધવાની કોશિશ કરે તો તેને જ્ઞાનમાર્ગ એકાંતે પકડાઈ જાય છે તથા તે ક્રિયાની અવગણના કરવા લાગે છે અને શાસ્ત્રાધ્યયનમાં પણ તેને અવરોધો આવવા લાગે છે. શાસ્ત્રમાં નિરૂપણ કરેલાં અનેક ભેદ-પ્રભેદ અને નયઅપેક્ષાઓ સમજવાનો પ્રયાસ કરતાં વિકલ્પ વધે છે અને તેમાં જ રોકાઈ જવાય છે. શાસ્ત્રજ્ઞાનરૂપ વિશાળ સમુદ્રના તરંગો ઉપર તરવાને બદલે તે તરંગોમાં ડૂબી જવા જેવી સ્થિતિ થાય છે. જો તે સદ્દગુરુનો આશ્રય રહે તો તેને સર્વ શાસ્ત્રોનું પ્રયોજન સમજાય અને પરમાર્થમાર્ગે આગળ વધી શકે.
સદ્ગુરુના માર્ગદર્શન વિના જ્ઞાનમાર્ગ આરાધતો જીવ પોતાના જ્ઞાનનો ક્ષયોપશમ વધારવાની પ્રવૃત્તિને જ સાધના સમજી લે છે. પરંતુ તેનું અધ્યયન પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિરૂપ હોવાથી તે પરમાર્થ ચૂકી જાય છે. પ્રયોજનભૂત વિષય ઉપર તેનો લક્ષ નથી જતો અને અપ્રયોજનભૂત વિષયોમાં તે વ્યર્થ રોકાઈ જાય છે. વળી, તેને જ્ઞાનીનાં વચનોમાં અનેક શંકા-કુશંકા થાય છે, તેથી તે ઊર્ધ્વ ભૂમિકાને પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ જો તે સગુરુનો આશ્રય રહે તો તેની સર્વ શંકાઓનું સમાધાન થાય અને તે સંદિગ્ધ અવસ્થામાંથી મુક્ત થાય.
ગુરુગમ વિના શાસ્ત્રાધ્યયન કરવાથી તેને મિથ્યા અહંકાર ઉદ્ભવે છે. હું જાણું છું, હું સમજું છું, મને બધું આવડે છે, હું સારું સમજાવી શકું છું, આમ વર્તવાથી મને બાધ નહીં થાય' એવું અભિમાન તેને થાય છે. વિદ્વત્તાના કારણે તેને મળતા આદર-સત્કારમાં તે એવો ફસાઈ જાય છે કે તેની દષ્ટિ વધુ ને વધુ માન મેળવવા તરફ જ લાગેલી રહે છે. વ્યાખ્યાનની કુશળતા અને જાણપણું દર્શાવવાની તેને ઇચ્છા થયા કરે છે. પોતાની ભૂમિકાનું તટસ્થતાથી મૂલ્યાંકન કરવાના બદલે તે પોતામાં ન હોય એ ગુણ ધરાવવાનો ડોળ કરવા લાગે છે. આમ, આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી તે માનાર્થે પ્રવૃત્તિ કરવા લાગે છે, પરંતુ જો તે સગુરુનો આશ્રય રહે તો લઘુતા સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org