________________
૩૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુની આવશ્યકતાનો નિષેધ કરે છે. તે એમ માને છે કે મોક્ષમાર્ગ સ્વાશ્રિત છે અને સદ્ગુરુ તો પરદ્રવ્ય છે, માટે તેમનો આશ્રય જીવને પરાશ્રિત કરે છે. પરંતુ તે સમજતો નથી કે પૂર્વના પ્રબળ કુસંસ્કારોના કારણે જીવનો ઉપયોગ પુનઃ પુનઃ પરપદાર્થો પ્રત્યે દોડી જાય છે. ઉપયોગ અંતરમાં ન રહે ત્યારે તે પોતે ખૂબ દૂર ચાલી ન જાય તે માટે કોઈ અવલંબન આવશ્યક છે. આ અવલંબન વીતરાગતાના આદર્શને અનુરૂપ હોવું જોઈએ, જેથી તેની ઉપાસના દ્વારા વિકલ્પ ઊઠે તોપણ તે વિકલ્પો વીતરાગતાના હોય. વીતરાગતાના લક્ષ્યની સિદ્ધિ માટે તથા પરતત્ત્વોનો આશ્રય છોડવા માટે સદ્ગુરુરૂપ પારમાર્થિક આશ્રય ગ્રહણ કરવો અનિવાર્ય છે. તેમના આશ્રયમાં ઉત્પન્ન થતી ભાવનાઓ વીતરાગતાની સ્મૃતિ આપે છે, નિશાંતિનાં દર્શન કરાવે છે, તેથી એ ‘પરનો આશ્રય પણ “સ્વ'ના આશ્રય માટે મદદરૂપ જ છે. તેમના આધારે અધિકાધિક સ્વ પ્રત્યે ઝૂકતા જવાય છે.
આમ, છમસ્થદશામાં સગુરુનો આશ્રય તથા પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા સહિતની તેમની ઉપાસના અત્યંત અનિવાર્ય અને ફળપ્રદ છે. પરંતુ સ્વચ્છંદી જીવ એમ માને છે કે સદ્ગુરુ વિના પણ આત્મા પોતે, પોતાની શક્તિથી જ, પોતાનો ગુરુ બની પોતાનો ઉદ્ધાર કરશે. તે એમ નથી સમજતો કે અનંત કાળથી પોતાની જાતે ઘોર તપશ્ચર્યાદિ અનેક કારણો સેવવા છતાં, સદ્ગુરુ વિના આત્મસન્મુખ નહીં થવાથી જ આજ સુધી પોતે રખડ્યો છે અને હજી સદ્ગુરુના શરણને સ્વીકારી તેમની ઉપાસનામાં તત્પર નહીં થાય અને પોતાના આત્માને પોતાના ગુરુ તરીકે માની, પરમાર્થપ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે તો એ વિટંબના ઊભી જ રહેશે. આવા સ્વચ્છંદી જીવને માર્ગપ્રાપ્તિ થતી નથી. શ્રીમદ્ લખે છે કે –
“જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે.”
મોક્ષાર્થી જીવે સદ્ગુરુને નિરંતર ઉપાસવા જોઈએ. સદ્ગુરુના શરણ વિના, સદ્ગુરુની આજ્ઞા વિના, સદ્ગુરુરૂપી સાક્ષાત્ જ્ઞાનસૂર્યના ઉજ્વળ પ્રકાશ વિના પોતાના સ્વરૂપની સમજણ, શ્રદ્ધા, રમણતારૂપ મોક્ષમાર્ગ સમજી શકાતો નથી. સ્વભાવનું ગ્રહણ એ જ સારરૂપ ઉપાદેય છે અને પરભાવનું ગ્રહણ એ દુઃખરૂપ અસાર હોવાથી હેય છે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૨ (પત્રાંક-૪૬૬) ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક ૧૬
પતિ સહસ્ત્રકિરણ: ખાશો નિતનિમિમનસ્ય | तद्वद् गुरुरत्र भवेद्, अज्ञानध्वान्तपतितस्य ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org