________________
૨૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થાય છે અને બીજી બાજુ નિજ શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે અપૂર્વ માહાભ્ય, પ્રીતિ તથા પ્રતીતિ ઊમટે છે. સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર લગની વિભાવરસને શિથિલ કરે છે અને ભેદજ્ઞાનના અભ્યાસને નિપજાવે છે. આત્મપ્રાપ્તિની યથાર્થ ભાવના સહિત પુરુષાર્થ વડે મોક્ષમાર્ગ આરાધતાં એ પોતાના ધ્યેયની પ્રાપ્તિના પંથે આગળ ને આગળ વધે છે. સંગુરુના શરણમાં આત્મપ્રાપ્તિ અત્યંત સુલભ છે અને તેમના ચરણસેવનથી તે સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. શ્રીમદ્ પ્રકાશે છે –
“બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્ . નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ, ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ;
જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.૧ દશ્ય જગતને અદશ્ય કરવા અને અદશ્ય ચૈતન્યચિંતામણિરૂપ આત્મતત્ત્વને દશ્ય કરવા - પ્રત્યક્ષ કરવા સમર્થ એવી અંતર્મુખ દૃષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય છે, તે જ્ઞાનરૂપ અંતર્થક્ષુ વિના આત્માનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. આત્મા જડ એવાં દેહ અને ઇન્દ્રિયોથી અતીત હોવાથી તે જડ નયનરૂપ નથી, તેમજ તે જડ નયન પરમાર્થે તેનાં નથી અને તેથી તત્ત્વલોચન વિના આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. તે તત્ત્વલોચન પ્રાપ્ત કરવા તત્ત્વલોચનદાયક એટલે કે એવી દોરવણી આપનાર સદ્ગુરુના ચરણની ઉપાસના એ જ એક અચૂક ઉપાય છે. જે સગુરુના ચરણને પરમ પ્રેમે ઉપાસે છે, તેને આત્મસ્વરૂપની સાક્ષાત્ અનુભૂતિ થાય છે. સદ્ગુરુનો ઉપદેશ જ્ઞાનદશાપૂર્વક અને નિષ્કામ કરુણાયુક્ત હોવાથી જિજ્ઞાસુને જ્ઞાનદશા પમાડવા તે પ્રબળપણે સહાયક બને છે. જીવે શાસ્ત્રાભ્યાસ કરી, શુષ્કજ્ઞાની બની, અન્યને ઉપદેશ દેવામાં કે અન્યને રંજિત કરવામાં તે શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ ન કરવો જોઈએ. સૌથી પ્રથમ તો જીવે પોતાના આત્માને પ્રતિબોધવા માટે ઉપદેશ લેવાની જરૂર છે. સર્વથી ન્યારા અગમ અગોચર એવા આત્મસ્વરૂપરૂપી નિવાસસ્થાનમાં વસતા જ્ઞાનીનું અનુકરણ કરી, ઉપદેશ આપી, આત્મહિતને હાનિ થાય તેમ કરવા યોગ્ય નથી. આત્મા કર્મબંધનથી મુક્ત થાય તે લક્ષે જ સત્કૃતનું પઠન-પાઠન અને સગુરુના ઉપદેશનું ગ્રહણ કર્તવ્ય છે. આત્મદશા પામવામાં શુષ્ક જ્ઞાન જેમ પ્રબળ વિઘ્નરૂપ બને છે, તેમ ક્રિયાજડત્વ પણ આત્મદશા પ્રગટવામાં પ્રબળ અંતરાયરૂપ થાય છે. જપ, તપ, વ્રત, નિયમ આદિ સર્વ શુભ અનુષ્ઠાનો આત્માર્થે કર્તવ્યરૂપ છે. તે સાધનો પણ જ્યાં સુધી આત્મજ્ઞાની સંતની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૨ (આંક-૨૫૮, કડી ૧,૪,૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org