________________
ગાથા-૨ ૨
૪૨૧
થાય છે ત્યારે તેનું વલણ મોક્ષસન્મુખ થાય છે, અર્થાત્ તેનામાં મુમુક્ષુતા પ્રગટે છે. તે આત્મવિકાસના માર્ગ ઉપર આવે છે. તેનામાં અનેકાંતદષ્ટિ ખીલતી જાય છે. તેના કદાહ ટળતા જતા હોવાથી તેને ઋજુ પરિણામની પ્રાપ્તિ થતી જાય છે. એ પરિણામ મોક્ષના હેતુભૂત એવા વિશુદ્ધ વિનય તરફ આત્માને દોરી જાય છે. મિથ્યાત્વની કડવાશનું પ્રમાણ ઓછું થયું હોવાથી તેને માર્ગનું સ્વરૂપ સમજાય છે. પરંતુ આ પ્રકારની મુમુક્ષુતા પ્રગટતી નથી ત્યાં સુધી જીવને માર્ગનું સ્વરૂપ સમજાતું નથી અને તેથી તે અવળો નિર્ધાર કરે છે. મુમુક્ષુ અને મતાથી જીવની વિનયમાર્ગ સંબંધી સમજણ તથા પ્રવર્તનની હવે વિસ્તારથી વિચારણા કરીએ.
(૧) મુમુક્ષુ જીવ સ્વચ્છેદરૂપી મહાદોષથી થતો અનર્થ, તે ટાળવાના અમોઘ ઉપાયરૂપ સદ્દગુરુની આવશ્યકતા તથા વીતરાગભાષિત વિનયમાર્ગનું માહાભ્ય અંતરમાં સમજે છે. તે જાણે છે કે સદ્ગુરુના વિનય વિના ક્યારે પણ આત્મકલ્યાણ થતું નથી, તેથી તે સ્વ-મતિકલ્પનાનો ત્યાગ કરી, પરમ વિનયાન્વિત થઈ, સદ્ગુરુના શરણમાં મોક્ષમાર્ગનું આરાધન કરે છે. તે સદ્ગુરુને પૂર્ણપણે સમર્પિત થઈ તેમની આજ્ઞા મુજબ પ્રવર્તન કરે છે. તે શ્રદ્ધા-ભક્તિપૂર્વક તેમની સેવા કરે છે. તે સદ્ગુરુને પરમ આદરથી આહાર-પાણી-ઔષધ આદિનું દાન કરે છે. તેમને રોગ આદિ આવે તો તેમની સેવાશુશ્રુષા-વૈયાવચ્ચ કરે છે. તેઓ નિરાકુલપણે ધર્મારાધના કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવા સદા તત્પર રહે છે. તે જાણે છે કે સદ્ગુરુ તો પોતાના દેહ પ્રત્યે નિઃસ્પૃહ છે, મમતારહિત છે, નિજાનંદમાં નિમગ્ન છે, વિનય-સેવાદિની તેમને કોઈ ઇચ્છા નથી; પરંતુ તેમની સેવા કરવી એ મુમુક્ષુનો ધર્મ છે, જીવનનો અપૂર્વ લ્હાવો છે. તેમના ચરણે જે કંઈ પણ અર્પણ કરવામાં આવે તે ઓછું છે, કારણ કે તેમના અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળી શકાય એમ નથી. આમ જાણતો હોવાથી તે નિષ્કામભાવે તેમની સેવા કરે છે.
મુમુક્ષુ જીવ જ્યારે પોતાની લઘુતાનો સ્વીકાર કરી, સદ્ગુરુના વિનયમાં પ્રવર્તે છે ત્યારે તેના માનાદિ મહાશત્રુઓનો નાશ થવાની શરૂઆત થાય છે. જેમ જેમ તે વિશેષ પુરુષાર્થ કરીને વિનય ગુણની ઉગ્ર આરાધનામાં જોડાય છે, તેમ તેમ તેનો માનભાવ ઓગળતો જાય છે અને સ્વચ્છંદ નષ્ટપ્રાયઃ થતો જાય છે. પરમ વિનયપણાને પ્રાપ્ત થતાં તેનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ થાય છે. ગુરુના શરણમાં રહી તેમના જેવી આત્મિક ઋદ્ધિ મેળવવાની ભાવના બળવાન થતી જાય છે. તેને સદ્ગુરુનું અદ્ભુત, અલૌકિક માહાત્મ અંતરમાં યથાર્થ સમજાય છે અને સદ્ગુરુ પ્રત્યે અતિ ઉલ્લાસભાવે અત્યંત ભક્તિ પ્રગટે છે. ભક્તિની પરિપક્વતા થતાં અને તેમની એકનિષ્ઠાએ સેવા કરતાં તેની વૃત્તિનો પ્રવાહ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વળે છે. તેમની આજ્ઞાના આરાધનથી તેમના જેવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org