________________
૩૧૧
પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે.'૧
ગાથા-૧૪
સદ્ગુરુએ કરુણાભાવથી પ્રેરાઈને શિષ્યના હિતાર્થે જે જે શાસ્ત્ર અવગાહવાની આજ્ઞા આપી હોય તેને વિચારવાં-ચિંતવવાં જોઈએ, જેથી કલ્યાણનો હેતુ સિદ્ધ થઈ શકે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયા પછી તેમના સત્સંગનો વિયોગ હોય ત્યારે તેમણે આજ્ઞા કરેલ શાસ્ત્રો જ વિચારવાં ઘટે છે, પોતાની મતિકલ્પનાએ શાસ્ત્રો વાંચવાથી કાર્યસિદ્ધિ થતી નથી. સદ્ગુરુ પ્રત્યેક શિષ્યની રુચિ, પાત્રતા, પ્રકૃતિ, પરિસ્થિતિ વગેરે ધ્યાનમાં રાખી તેને જે શાસ્ત્રથી લાભ થાય તે શાસ્ત્ર વાંચવાની આજ્ઞા કરે છે અને તે શિષ્યને તે જ શાસ્ત્ર અધિક ઉપકારી નીવડે છે, તેમજ તેનાથી જ કાર્યસિદ્ધિ થાય છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘ભવવ્યાધિના ભિષર વૈદ્યરાજ જેવા સદ્ગુરુ ભગવાન તે તે જીવની પ્રકૃતિ ઓળખી, તેને માફક આવે, અનુકૂળ પડે, ગુણ કરે, એવી સત્શાસ્ત્રરૂપ દેશના ઔષધિ આપે છે. વ્યવહારમાં પણ કુશળ વૈદ્યરાજ હોય તે રોગીની પ્રકૃતિ ઓળખી, રોગનું નિદાન પારખી, બરાબર ચિકિત્સા કરી, તેને યોગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે; કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કફપ્રકૃતિને અવગુણ કરે; ઇત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધપ્રયોગ કરે છે. તેમ આ ભવરોગના વૈદ્યરાજ મહાત્મા સદ્ગુરુ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી તેવી ભિન્ન ભિન્ન સત્શાસ્ત્રરૂપ દેશના ઔષધિના પ્રયોગ કરે છે. કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજનો એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનો છે.’૨
Jain Education International
-
શિષ્યની પ્રકૃતિ પારખી, તેના એકાંત હિતહેતુએ નિષ્કારણ કરુણાથી સદ્ગુરુ તેને સત્શાસ્ત્ર અવગાહવાની આજ્ઞા આપે છે. અવગાહન એટલે શાસ્ત્રમાં જે પરમાર્થ કહ્યો છે તેમાં ઊંડા ઊતરીને તેને હૃદયમાં ઉતારવો. ‘અવ' એટલે નીચે અને ‘ગાહન' એટલે નિમજ્જન. જેમ સમુદ્રનું નિમજ્જન કરતાં તેનાં ઊંડાણ અને ગહનતાનો ખ્યાલ આવે છે, તેમ શાસ્ત્રરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ, વિચારણા કરતાં તેનાં તત્ત્વનાં ઊંડાણનો તેની ગહનતાનો તાગ પમાય છે. ગંભીર ચિંતન દ્વારા અંતરમાં ડૂબકી મારવામાં આવે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૮ (આંક-૭૫૫)
૨- ડૉ. ભગવાનદાસ મહેતા, રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૬૫-૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org