________________
ગાથા-૨૧
૪૦૭
અને માન આપે છે. સદ્ગુરુનાં લક્ષણો તેમનામાં વિદ્યમાન ન હોવા છતાં, વિનયસત્કારાદિ ઉપર તેમનો કોઈ અધિકાર ન હોવા છતાં, તેનો અનુચિત લાભ લે છે. વૈરાગ્ય ન હોવાથી શિષ્યો પાસેથી ઇચ્છિત વસ્તુઓ મેળવી તેઓ પરિગ્રહ વધારે છે. લોકો પાસે સુખ-સગવડની ઇચ્છા રાખે છે અને તેમના તરફથી મળતાં માન-પૂજાથી પોતાનું અભિમાન પુષ્ટ કરે છે. અધર્મ આચરનારા આવા જીવો ખરેખર અસગુરુ છે, કુગુરુ છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે –
જે જીવ વિષય-કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્માયોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા.*
સદ્દગુરુ શિષ્ય પાસેથી વંદન, નમસ્કાર કે કોઈ પણ વસ્તુ મેળવવાની વાંછા નથી કરતા, પરંતુ અસદ્દગુરુ - કુગુરુ લોકો પાસે પૂજાની અપેક્ષા રાખે છે અને પોતામાં વિશ્વાસ કરનારા શિષ્યાદિ પાસે ઉપકરણોની ઇચ્છા રાખે છે. તેઓ શિષ્યોના ભક્તિભાવનો લાભ લઈ, ધાર્મિક ઉપકરણોના નામે અનેક વસ્તુઓ ગ્રહણ કરે છે અને તેમાં મોહ કરે છે. ઉપકરણ એ તો સંયમગુણની વૃદ્ધિ માટે યોજાયેલ સાધન છે, પરંતુ તેઓ તો તેને મોહે પોપવાનું સાધન બનાવી દે છે. તેઓ તેને ધર્મોપકરણ કહે કે ગમે તે કહે, પરંતુ તેમને તેમાં મોહ હોવાના કારણે હાનિ જ થાય છે. જેમ ઝેરી પિાકને ‘ફળ' કહી નામાંતર કરીએ તોપણ તેનું દારુણ પરિણામ મળ્યા વિના રહેતું નથી, તેમ પરિગ્રહને ધર્મોપકરણ આદિ નામ આપવામાં આવે તો પણ તેનું વિપરીત પરિણામ મળ્યા વિના રહેતું નથી. જેમ સોનું પણ વહાણમાં ખૂબ ભરવામાં આવે તો તેના ભારથી વહાણ ડૂબે છે, તેમ ધર્મોપકરણોના અતિ ભારથી અસદ્દગુરુ ડૂબે છે.
વળી, અસદ્ગુરુ માન મેળવવા માટે શાસ્ત્રાભ્યાસ કરે છે અને પંડિતપદ વગેરે મેળવી પ્રસિદ્ધિ મેળવે છે, પરંતુ સિદ્ધાંતોનું હાર્દ જાણવાની તેઓ તસ્દી પણ લેતા નથી. શુદ્ધ તાત્પર્ય જાણવાની તેમને કોઈ જિજ્ઞાસા હોતી નથી. જે કાંઈ જાણ્યું તેને અમલમાં મૂકવામાં તેમને કોઈ રસ નથી. તેઓ શાસ્ત્રોનો પોપટપાઠ કરે છે અને પોતાને શાસ્ત્રવિશારદ કહેવરાવે છે. બાહ્યાડંબરથી તેઓ લોકોમાં વધારે ને વધારે માન્ય, માનનીય, આદરણીય બનતા જાય છે અને વધુ ને વધુ માન-સન્માન મેળવતા જાય છે. તેમનામાં દષ્ટિરાગ ધરાવનાર અને તેમના ચરણે જીવન સમર્પણ કરી બેસનાર અનેકાનેક શિષ્યોથી ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૬,
પૃ.૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org