________________
૪૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આત્માનુભવ નહીં હોવા છતાં વિદ્વત્તાદિ કારણોથી જે પોતાને સદ્ગુરુ તરીકે મનાવી, શિષ્યાદિ પાસે વિનય કરાવે તે જીવ મહામોહનીય કર્મ ઉપાર્જન કરી, અનંત ભવ વધારી સંસારસમુદ્રમાં ડૂબે છે. અબુધ જીવો પાસે ગુરુપણું સ્થપાવી, તેમની પાસે પૂજા-સત્કારાદિ કરાવનારને ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનું મોહનીય કર્મ બંધાઈ, નિગોદમાં અનંત કાળ સુધી રખડવાનું જોખમ રહે છે.
શ્રી સદ્ગુરુએ આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ માણ્યો હોવાથી તેઓ વિશેષાર્થ
૧) સ્વરૂપતૃપ્ત હોય છે. તેમને સંસારનાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિની ઇચ્છા નથી હોતી. તેઓ નિઃસ્પૃહ, નિરીહ, નિષ્કામ હોય છે. તેઓ નિષ્કારણ કરુણાથી શિષ્યોનું કલ્યાણ કરે છે અને વળતરની કોઈ અપેક્ષા તેમને હોતી નથી. તેમનો વિનય કરવાથી શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. પરંતુ તેમને એવી ઇચ્છા હોતી નથી કે શિષ્ય પોતાનો વિનય કરે, પોતાને આધીન વર્તે. કોઈ શિષ્ય તેમને દરેક જાતની અનુકૂળતા પૂરી પાડે, કહ્યા વગર પણ અનેક સગવડ હાજર કરે, તોપણ તેવા શિષ્ય પ્રત્યે તેમને રાગ હોતો નથી. તેમને પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે રાગ હોતો નથી અને પરમ વૈષથી ઉપસર્ગ કરનાર પ્રત્યે દ્વેષ હોતો નથી. તેમને તો અદ્ભુત સમદર્શિતા જ વર્તતી હોય છે.
| વિનયમાર્ગથી લાભાન્વિત થવા ઇચ્છનાર જીવે સદ્ગુરુનાં આવાં સમદર્શિતા આદિ લક્ષણોથી તેમને ઓળખી, તેમની ઉપાસના કરવી ઘટે. આત્મજ્ઞાની ગુરુને સમર્પિત રહી, તેમના માર્ગદર્શન મુજબ આરાધના કરનારો જીવ મુક્તિસાધનાના માર્ગે અથડાયાઅટવાયા વિના નિર્વિને આગળ વધી શકે છે. પરંતુ ગુરુનાં લક્ષણોને ઓળખી શકવાની ક્ષમતાના અભાવે અથવા તો સદ્ગુરુની અંતરંગ ગુણસંપત્તિનો મહિમા ન હોવાથી, માત્ર બાહ્ય વેષાદિના કારણે કોઈ અસદ્ગુરુને સદ્ગુરુ માનીને તેમની ભક્તિ કરનાર જીવ માર્ગથી વિમુખ થઈ જાય છે. અસદ્દગુરુને તો શિષ્ય દ્વારા થતી પોતાની ભક્તિ, વિનય આદિમાં સુખ લાગતું હોવાથી, પોતામાં સદ્દગુરુ તરીકેની યોગ્યતા ન હોવા છતાં તેઓ તે માન-સન્માનનો લાભ લે છે, પરંતુ આશ્રય લેનારાઓને તેઓ ધર્મારાધનમાં સહાય કરી શકતા નથી. જ્યાં પોતાને જ શુદ્ધ માર્ગનું ભાન નથી, ત્યાં અન્યને શુદ્ધ માર્ગ ક્યાંથી બતાવે?
અશ્રુઓ ત્યાગીનો વેશ ધારણ કરી, શાસ્ત્રોનો અભ્યાસ કરી, પદવીઓ મેળવી, પોતાના વાચાળપણાથી ભોળા લોકોને પ્રભાવિત કરે છે. તેમનાથી અંજાઈ ગયેલા લોકો તેમને ગુરુપદે સ્થાપે છે અને તેમને ગુણવાન સમજીને તેમને વાંછિત વસ્તુઓ આપે છે, તેમજ તેમને દરેક પ્રકારની સગવડ કરી આપે છે. તેમને વસ્ત્ર, પાત્ર, આહાર આપવામાં પોતાનું કલ્યાણ સમજે છે અને તેમને પૂજે છે, નમે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org