________________
ગાથા - ૨૧
ભૂમિકા
- ગાથા ૨૦માં શ્રીમદે વીતરાગપ્રણીત પરમોપકારી વિનયમાર્ગનું માહાત્મ
દર્શાવી કહ્યું કે આ વિનયમાર્ગનો મૂળ હેતુ, અર્થાત્ તે આત્માને કેટલો ઉપકારી છે તે માત્ર કોઈ સુલભબોધિ આત્માર્થી જીવ જ સમજે છે.
આમ, શ્રીમદે પૂર્વોક્ત ગાથાઓમાં પરમ કલ્યાણકારી એવા વિનયમાર્ગનો મહિમા સ્પષ્ટપણે બતાવી, આ વિનયમાર્ગ કોઈ આત્મજ્ઞાનાદિ લક્ષણોથી સંપન્ન એવા સદ્દગુરુને અવલંબીને આદરવાનો તેમણે ઉપદેશ કર્યો છે. યોગ્યતા વિના બની બેઠેલા ગુરુઓ - અસદ્દગુરુઓ અજ્ઞાનથી યુક્ત અને પૂજા-સત્કારાદિની કામનાવાળા હોવાથી તેઓ જીવનું કલ્યાણ કરી શકતા નથી. એવા અસદ્ગુરુઓ, જિજ્ઞાસુ જીવના કલ્યાણ અર્થે નિરૂપાયેલા વિનયમાર્ગનો જો કંઈ પણ ગેરલાભ ઉઠાવે તો તેઓ કેવી દશા પામે તે જણાવતાં શ્રીમદ્ કહે છે -
અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; ગાથા
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.' (૨૧) અર્થ) 7 આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની
ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્દગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (૨૧)
ત અબુધ જીવો અજ્ઞાનતાના કારણે અજ્ઞાનીનાં બાહ્ય ત્યાગ, પ્રભાવકપણું | ભાવાર્થ 11 વિદ્વત્તા, વક્તાપણું વગેરે બાહ્ય લક્ષણોથી ભરમાઈને અસગુરુને સદ્ગુરુ માની, તેમના પ્રત્યે તન-મન-ધન સમર્પ, પૂર્ણ શ્રદ્ધાથી તેમની સેવા-વૈયાવચ્ચ કરવામાં તત્પર રહે છે, કારણ કે સગુરુની ભક્તિનો મહિમા શાસ્ત્રોમાં ઠેર ઠેર ગાવામાં આવ્યો છે. અંતરંગ નિઃસ્પૃહતાધારી એવા સદ્ગુરુને માન, પૂજા, સત્કારાદિની કામના હોતી નથી, તેથી કોઈ વિનયભક્તિ કરે તો તેમાં તેમને મીઠાશ લાગતી નથી અને કોઈ વિનય ન કરે તો તેમને ક્ષોભ થતો નથી, અર્થાત્ તેમને માન-અપમાન બધું સમાન છે; પરંતુ જે અસદ્ગુરુ છે, અર્થાત્ આત્મજ્ઞાન, સમદર્શિતા, ઉદયાધીન વર્તવાપણું, અપૂર્વ વાણી તથા પરમશ્રુતપણારૂપ યથોક્ત સદ્ગુરુલક્ષણોનો જેમનામાં અભાવ છે તથા જેમને પૂજાવાનો ભાવ હોય છે, કોઈ સત્કાર કરે તો તેમાં મીઠાશ અનુભવે છે એવા આત્મજ્ઞાનરહિત અસગુરુ પોતાની પ્રતિષ્ઠા વધે એવી લાલસાથી શિષ્યાદિ પાસે વિનય કરાવવાની ઇચ્છા રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org