________________
ગાથા-૩૦
૫૫૫
હતું, એટલે તે અંતર્મુખ થઈ શકતું ન હતું. હવે પુરુષાર્થ વધતાં ઇન્દ્રિયોનું અવલંબન છૂટવાથી જ્ઞાન અતીન્દ્રિય થઈ સ્વરૂપમાં ઊતરે છે. અતીન્દ્રિય થયા વગર જ્ઞાન સ્વભાવ તરફ જઈ શકતું નથી. જ્યારે તે અતીન્દ્રિય થઈ સ્વભાવને પકડે છે ત્યારે આત્મામાં માત્ર ચૈતન્યની શાંત પરિણતિ નિર્વિકલ્પ પરિણતિ અભેદ પરિણિત અનુભવાય છે.
-
-
તેનો આત્મા નિર્મળ પર્યાયરૂપે પરિણમે છે. તેની શ્રદ્ધાનું જોર સ્વદ્રવ્ય તરફ વળી જાય છે, તેનું જ્ઞાન શુદ્ઘ દ્રવ્યને સ્વજ્ઞેય કરે છે, તેનો પુરુષાર્થ સ્વદ્રવ્ય તરફ ઝૂકી જાય છે. તેને કષાયરસનું વ્યાકુળ વેદન છૂટીને આત્માના સ્વભાવરસનું શાંત વેદન થાય છે. અનાદિ કાળથી પર્યાયમાં વિકારની પ્રસિદ્ધિ હતી તેને બદલે અપૂર્વ નિર્મળ પર્યાયોમાં આત્મા પ્રસિદ્ધ થાય છે.
જેમણે ચૈતન્યધામને ઓળખી લીધું છે તેઓ સ્વરૂપમાં એવા સમાઈ જાય છે કે તેમને બહાર આવવું ગમતું નથી. કર્મકૃત અવસ્થામાં જેમની તાદાત્મ્યબુદ્ધિ તૂટી જાય છે અને જેમણે ધ્રુવ જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ કરી લીધી છે, તેઓ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આ જે ચૈતન્યધામ છે તે જ હું છું' એમ અતીન્દ્રિય આનંદસ્વરૂપની દૃષ્ટિ અને તેના જ્ઞાન વડે તે આનંદસ્વરૂપમાં જ રહેવાની, ઠરવાની તેમની પરિણતિ હોય છે. જેમ ચક્રવર્તી રાજા પોતાના મહેલમાં સુખેથી રહેતા હોવાથી તેમને બહાર આવવું ગમતું નથી, તેમ ચૈતન્યમહેલમાં જ્ઞાની સુખપૂર્વક બિરાજી રહ્યા હોવાથી તેમને બહાર આવવું ગમતું જ નથી. ધ્રુવ ચૈતન્યધામનો જેમને અનુભવ થયો છે, તેમને એ અતીન્દ્રિય આનંદના સાગરમાં ડૂબી રહેવું ગમે છે, તેમાંથી બહાર આવવું તેમને કઠણ પડે છે.
જેમણે પોતાના ધ્રુવ ધામમાં ડૂબકી મારી છે, અતીન્દ્રિય આનંદ જ ધ્રુવપણે ધારી રાખ્યો છે, તેમને તેની કિંમત સમજાઈ જાય છે; તેમને બહા૨નો બધો આનંદ નીરસ લાગે છે, બહાર આવવું અકારું થઈ પડે છે. જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગ થયા નથી ત્યાં સુધી સ્વભાવમાંથી બહાર આવવું પડે છે, પણ ચીજ ઉપર લોખંડનો મોટો ગોળો મૂક્યો હોય તેવો બહાર આવવું આંખ પાસે રેતી ઉપાડવા જેવું આકરું આસક્ત થાય છે તેમની બહારની આસક્તિ તૂટી જાય છે. કોઈ રૂપિયા, બે રૂપિયાની મજૂરી કરતો હોય અને તેને પાંચ કરોડની લોટરીનું ઇનામ લાગે તો તેને મજૂરી ક૨વામાં રસ રહેતો નથી, તેના ભાવમાં અને વિચારમાં પરિવર્તન આવી જાય છે; તેમ સ્વરૂપમાં સમાઈ ગયેલા એવા જ્ઞાનીપુરુષ સ્વરૂપની મસ્તીમાં જ રહે છે, તેમને સંસારમાં રસ રહેતો નથી.
બોજારૂપ લાગે છે; જાણે હળવી બોજો લાગે છે. આનંદધામમાંથી થઈ પડે છે. સ્વરૂપમાં જ જેઓ
Jain Education International
સંસારની આસક્તિઓથી જ્ઞાની ઉદાસીન જ રહે છે. તેથી તેમના માટે કહેવામાં આવે છે કે સ્વરૂપ જ તેમનું આસન છે, સ્વરૂપ જ તેમનો આહાર છે, સ્વરૂપ જ
For Private & Personal Use Only
www.jainelibrary.org