________________
૫૫૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વગર, એકાંત નિશ્ચયના વિચારોની પુષ્ટિ કરીને શબ્દજાળથી પોતાને જ્ઞાની માની લે છે; પરંતુ જેને સાચી જ્ઞાનદશા પ્રગટી નથી તથા જ્ઞાનદશા પ્રગટાવવામાં કારણભૂત એવા સત્સાધનના સેવનરૂપ સાધનદશા પણ નથી, એવા ઉભયભ્રષ્ટ ગુરુઓ કે કહેવાતા સાધકોનો સંગ કરનાર પણ ભવસાગરમાં ડૂબે છે. કોઈ અંધ વ્યક્તિ જો અન્ય અંધ વ્યક્તિને દોરી જાય તો તે વિવક્ષિત માર્ગે કઈ રીતે લઈ જઈ શકે? જેને તરતાં આવડતું નથી તથા જે તરવાનાં સાધનોથી પણ વંચિત છે, તે બીજાને કેમ બચાવી શકે? આવા જીવ પોતે પણ ભવસાગરમાં ડૂબે છે અને બીજાને પણ ડૂબવાનું નિમિત્ત બને છે.
શુદ્ધાત્મા વિષે જાણવું અને શુદ્ધાત્માને જાણવો એ બન્ને કાર્યો વચ્ચે ભિન્નતા વિશેષાર્થ Lજાવાછે. પહેલું કાર્ય સતુશાસ્ત્રની સહાયથી થઈ શકે, જ્યારે બીજું કાર્ય તો જીવે પોતે જ કરવું પડે. એક માણસને એક નકશો મળ્યો, જેમાં એક સ્થળે ખજાનાને દાટ્યાનું વિવરણ હતું. તે નકશાનો બરાબર અભ્યાસ કરી પૂરેપૂરો સમજી લે, પણ તેટલામાત્રથી તેને તે ધનની પ્રાપ્તિ થાય નહીં. ધનપ્રાપ્તિ તો ત્યારે થાય કે જ્યારે તે નકશામાં સંકેત કરેલ જગ્યા ઉપર જઈને ખોદવાનું શરૂ કરે અને ધન ન મળે ત્યાં સુધી ખોદ્યા કરે. તે પ્રમાણે આત્માર્થી જીવ શાસ્ત્રરૂપી નકશા દ્વારા આત્મતત્ત્વને સમજી, પોતાના અંતરમાં જ્યાં તે તત્ત્વ પડ્યું છે ત્યાં ખોજ કરે અને તે તત્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખોજ કરતો રહે તો શુદ્ધાત્મા પ્રગટ થાય. શાસ્ત્રો દ્વારા મેળવેલ માહિતીને જો આત્માનુભવનું સાધન ન બનાવાય તો તે માહિતી ફક્ત પુસ્તકિયું જ્ઞાન રહે છે. અનુભવજન્ય જ્ઞાન મેળવવું હોય તો પ્રથમ સત્શાસ્ત્ર દ્વારા શુદ્ધાત્મા વિષે જાણવું અને ત્યારપછી વૃત્તિ અંતર્મુખ કરી શુદ્ધાત્માને જાણવો જોઈએ. શુદ્ધાત્માને જાણવાથી જ જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે.
આત્માને પ્રત્યક્ષ કર્યા વગર શાસ્ત્રની જાણકારી જીવે અનંત વાર કરી છે અને તેમાં સંતોષ માની લીધો છે, પણ આત્મા પ્રત્યક્ષ થયા વગરનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. માત્ર શાસ્ત્રની જાણકારીમાં જેને મહત્તા ભાસે છે, તે જીવ નિજસ્વભાવને જાણવાનો પુરુષાર્થ કેળવી શકતો નથી. વધારે શાસ્ત્રો જાણવાથી વધારે જ્ઞાન અને આનંદ મળે એવું તેનું વલણ હોય છે. વર્ષોથી શાસ્ત્રવાંચન કરતો હોય, બોધ શ્રવણ કરતો હોય, પણ સત્સાધન દ્વારા ઉપયોગને અંતર્મુખ કરે નહીં તો તે જીવ જ્ઞાનાનંદ-દશા પ્રાપ્ત કરી શકે નહીં. ઉપયોગને પરવિષયથી ભિન્ન કરીને સ્વવિષયમાં જોડે ત્યારે માર્ગની સાચી આરાધના થાય છે. જે જ્ઞાન પોતાના સ્વભાવને અવલંબીને પરિણમે છે તે જ જ્ઞાન મોક્ષને સાધનારું બને છે.
આત્મતત્ત્વનું મંથન કરતાં કરતાં ચૈતન્યરસમાં તન્મય થયેલો ઉપયોગ ઇન્દ્રિયોનું અવલંબન છોડી અંતરમાં ઊતરે છે. આ પહેલાં જ્ઞાન ઇન્દ્રિયોના અવલંબનમાં બંધાયેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org