________________
૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસિદ્ધિ - આત્મપ્રાપ્તિ કરશે. આમ, જેની ગાથાએ ગાથાએ આત્મસિદ્ધિસંપન્ન પુરુષે આત્માની પ્રકૃષ્ટ સિદ્ધિ કરી છે એવા આ શાસ્ત્રના અદ્ભુત ગુણોને પ્રતિબિંબિત કરતું એનું નામ - આત્મસિદ્ધિ' ખરેખર સાર્થક જ છે!
‘શ્રી આત્મસિદ્ધિ ને શાસ્ત્ર તરીકે કેમ સંબોધવામાં આવે છે તે હવે જોઈએ. ‘શાસ્ત્ર' શબ્દ સંસ્કૃતમાં બે રીતે વ્યુત્પન્ન થાય છે – (૧) શાસના શાસ્ત્રમ્ – શાસન કરે તે શાસ્ત્ર. વ્યક્તિને કાં તો કોઈ પ્રવૃત્તિમાં જોડાવાની પ્રેરણા કરે અથવા તો કોઈ ક્રિયાથી અટકવાનું કહે, અર્થાતુ વિધિ-નિષેધ દર્શાવે તે શાસ્ત્ર. (૨) શંસનાત શાસ્ત્રમ્ – શંસન (કથન) કરે તે શાસ્ત્ર. કોઈ અગોચર તત્ત્વનું કથન કરે તે શાસ્ત્ર.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જીવને આત્મહિતમાં જોડાવાની પ્રેરણા કરે છે તથા તેમાં ન્યાયયુક્ત દલીલો દ્વારા આત્માનાં અસ્તિત્વાદિને સિદ્ધ કરી આપ્યાં છે. આમ, બન્ને અર્થમાં શ્રીમની આ કૃતિને શાસ્ત્ર કહેવું યોગ્ય છે. પંડિત સુખલાલજી આ કૃતિના શાસ્ત્ર તરીકેના સંબોધનની સાર્થકતા બતાવતાં કહે છે –
એનું શાસ્ત્ર નામ સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પર્વ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કરવો હોય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાક્ય છે. ‘સન્મતિ', “ષદર્શનસમુચ્ચય', યોગબિંદુ', “યોગદષ્ટિસમુચ્ચય', “સમયસાર', “પ્રવચનસાર' આદિ ગ્રંથોનું “આત્મસિદ્ધિ શાસ્ત્ર' તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંત પ્રવૃત્તિનું સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. સર્વસાધારણ માટે તો નહિ, પણ જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે.”
શ્રીમની કૃતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી શ્રી મહાવીર પ્રભુપ્રણીત પવિત્ર મોક્ષમાર્ગનું ભાન કરાવનાર, દિશા દેખાડનાર પરમ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર વાંચનારને અનુભવ થાય છે કે તે કોઈ પણ વ્યાવહારિક ધર્મને વળગી રહેતું નથી. આત્મકલ્યાણના માર્ગે ચાલવાની જેની જિજ્ઞાસા છે તેવા મુમુક્ષુઓ માટે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પરમ હિતકારી, અધ્યાત્મવિકાસમાં માર્ગદર્શક, પ્રેરક અને ઉદ્બોધક છે. તેનું અવગાહન કરી, તેમાં ઊંડા ઊતરી, તેને આત્મપરિણત કરવાથી શાંતસુધારસમય શુદ્ધાત્માની અનુભૂતિ અવશ્ય થવા પામે છે. આ અમર કૃતિનું મંગલ પ્રયોજન દર્શાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ કહે છે – ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org