________________
ગ્રંથસર્જન
ગ્રંથશીર્ષકની સાર્થકતા
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નામથી પ્રખ્યાતિ પામેલી શ્રીમદ્રની આ પરમાર્થગંભીર પદ્યરચના અદ્ભુત તત્ત્વકળાથી ગૂંથાયેલી છે. સેંકડો પંડિતો સાથે મળીને ગમે તેટલું મથે તોપણ પોતાની રચેલી તર્કપ્રધાન કૃતિઓ દ્વારા જે તત્ત્વનિષ્કર્ષ ન આણી શકે, તેના કરતાં પણ ઊંચો તત્ત્વનિષ્કર્ષ માત્ર ૧૪૨ ગાથાના આ શાસ્ત્રમાં સચોટપણે તેમજ સરળ ભાષામાં પ્રકાશિત થવા પામ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની વિશિષ્ટતા એ છે કે તે માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ તેની રચના આત્માનુભવપૂર્વક થઈ છે. પોતે અનુભવેલા અધ્યાત્મને શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં વહેતો મૂક્યો હોય એમ સ્પષ્ટ નિહાળી શકાય છે.
પોતપોતાનાં પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક “સિદ્ધિ ગ્રંથો સેંકડો વર્ષોથી જૈન અને જૈનેતર સંપ્રદાયોમાં લખાતા રહ્યા છે. બ્રહ્મસિદ્ધિ', “અદ્વૈતસિદ્ધિ' આદિ વેદાંતવિષયક ગ્રંથો સુવિદિત છે. નૈષ્કર્મેસિદ્ધિ', “ઈશ્વરસિદ્ધિ' પણ જાણીતા છે. “સર્વાર્થસિદ્ધિ', ‘સર્વજ્ઞસિદ્ધિ' વગેરે ગ્રંથો જૈનપરંપરામાં લખાયેલા છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનો ‘અનેકાંતસિદ્ધિ', આચાર્યશ્રી અકલંકદેવનો ‘સિદ્ધિવિનિશ્ચય', આચાર્યશ્રી શિવસ્વામી રચિત ‘સિદ્ધિવિનિશ્ચય' આદિ ગ્રંથોમાં તેમને પોતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયોની સિદ્ધિ દર્શાવવામાં આવી છે. એ જ પ્રમાણે શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આત્માનાં અસ્તિત્વાદિ છ પદના નિરૂપણ દ્વારા તર્ક અને યુક્તિના બળે આત્મતત્ત્વની સિદ્ધિ કરી, તેની પ્રાપ્તિનો દિવ્ય માર્ગ અભુત શૈલીથી અનુભવસિદ્ધ કરી પ્રકાશ્યો છે. જે કોઈ સાચો મુમુક્ષુ આ કૃતિનું યથાર્થ ભાવન કરી તથારૂપ પરિણમન કરશે, તે અવશ્ય ૧- શ્રીમદ્ હસ્તલિખિત પ્રતમાં શ્રીમદે આ કૃતિનું શીર્ષક “આત્મસિદ્ધિ આપ્યું હતું. વિ.સં. ૧૯પરના આસો વદ ૧૦ ના રોજ (એટલે કે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પછીના નવમા દિવસે) શ્રી લલ્લુજી મુનિ ઉપરના પત્ર(પત્રાંક-૭૧૯)માં શ્રીમદે આ કૃતિને “આત્મસિદ્ધિશાસ્ત્ર' તરીકે સંબોધી છે. ૨- આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ આત્મસિદ્ધિ' શીર્ષકવાળો એક ગ્રંથ પણ રચ્યો હતો, જેનો ઉલ્લેખ તેમના ‘અનેકાંતજયપતાકા' નામના ગ્રંથના દ્વિતીય ખંડની સ્વપજ્ઞ વ્યાખ્યામાં છે. આ કૃતિ હાલ ઉપલબ્ધ નથી. (જુઓ : પ્રો. હીરાલાલ કાપડિયા, ‘શ્રી હરિભદ્રસૂરિ', પૃ.૮૦-૮૧) ૩- શ્રીમદે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપરાંત ‘પ્રતિમાસિદ્ધિ' ગ્રંથની રચના પણ કરી હતી, જેનો મહદ્ અંશ અપ્રાપ્ય રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org