________________
૩૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સદ્ગુરુએ સમ્મત કરેલું સર્વ સત્યરૂપે જ હોય એમ સમજી તે માન્ય કરવાથી તથા તેમાંથી બોધ ગ્રહણ કરતાં ચિત્ત નિર્મળ થાય છે, ઉપશમ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે અને જીવ સ્વરૂપસન્મુખ થતો જાય છે. સદ્દગુરુનો આશ્રય અને આજ્ઞાનો નિશ્ચય થતાં તેને આત્મસ્વરૂપનો મહિમા જાગે છે, જે સ્વાનુભૂતિના અભ્યાસનું કારણ બને છે. આત્મસ્વરૂપની તીવ્ર રુચિ જાગૃત થતાં એને પ્રાપ્ત કરવાની તીવ્રતમ લગની લાગે છે અને હર્ષ-શોક, સુખ-દુ:ખ, રાગ-દ્વેષ તથા વિકલ્પમાત્રથી પર એવાં નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન અને આનંદ એ જ પોતાનું અસલી સ્વરૂપ છે એ બૌદ્ધિક ભાન, અંતર્મુખ સાધના દ્વારા જ્યારે અનુભૂતિમાં પરિણમે છે ત્યારે તેને નિશ્ચય સમકિત લાધે છે. આ પ્રકારે આત્મવિકાસની તળેટીએ રહેલ આત્મા પણ સદ્ગુરુની શ્રદ્ધાના સહારે ઉત્તરોત્તર અધિક ને અધિક આત્મવિકાસ સાધી, સ્વાનુભૂતિરૂપ નિશ્ચય સમકિત પામી શકે છે. તેથી કારણમાં કાર્યનો આરોપ કરીને સદ્ગુરુની શ્રદ્ધાને પણ સમકિત તરીકે ઓળખાવવામાં આવે છે, જેને વ્યવહાર સમકિત કહેવાય છે. આત્માનુભવરૂપ કાર્યમાં સદ્ગુરુનું શ્રદ્ધાન અને તેમની આજ્ઞાનું આરાધન કારણભૂત છે અને તે કાર્ય-કારણની અનિવાર્ય શૃંખલા હોવાથી તેને પણ સમકિત કહ્યું છે. આ કારણ સમકિત વિના કાર્ય સમકિતની પ્રાપ્તિ સંભવતી નથી; અર્થાત્ વ્યવહાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટતું નથી. આત્મકલ્યાણની પ્રાપ્તિમાં તેનું યથાયોગ્ય સ્થાન દર્શાવતાં શ્રીમદ્ એક પત્રમાં પ્રકાશે છે – ‘(૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ
નિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે.
પહેલું સમકિત બીજા સમક્તિનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.”
આમ, શુદ્ધાત્માના અનુભવ સહિતની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે અને સદ્ગુરુમાં તથા તેમનાં વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, આત્મવિશુદ્ધિ અર્થે સ્વછંદ અને મતાહના નિરોધપણે તેમની આજ્ઞાનું આરાધન કરવાની નિષ્ઠા એ વ્યવહાર સમકિત છે, જે નિશ્ચય સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ છે. વ્યવહાર સમકિતની પ્રાપ્તિ થયા પછી પુરુષાર્થ ઉપાડી સ્વભાવનું લક્ષ કરતાં નિશ્ચય સમકિત પ્રગટે છે. વ્યવહાર સમકિત તે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૦ (પત્રાંક-૭૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org