________________
૪૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તજવાની વાત કરી નથી, પરંતુ તે કુળગુરુમાં સદ્ગુરુનાં લક્ષણો છે કે નહીં, અર્થાત્ તેઓ આત્માનુભૂતિ પામ્યા છે કે નહીં એની પરીક્ષા કરીને પછી જ તેમનામાં શ્રદ્ધા સ્થાપવા યોગ્ય છે. કુળગુરુમાં પૂજ્યભાવ સ્થાપવાનો નિષેધ કર્યો નથી, પણ માત્ર પોતાના ગચ્છ કે સંપ્રદાયના હોવાથી સગરલક્ષણસંપન્નતાની ખાતરી કર્યા વિના તેમનામાં પૂજ્યભાવ રાખવાથી તેઓ આત્માને કોઈ પણ પ્રકારે ઉપકારી થઈ શકે નહીં; અને ઉપકાર ન કરી શકે તોપણ તેમનામાં મમત્વ કે આગ્રહ રાખવો તે મતાર્થિતા છે એમ અહીં સૂચવ્યું છે.
આમ, અહીં સુગુરુ-કુગુરુનો નિર્ણય કરી, કુગુરુને છોડી સુગુરુની શ્રદ્ધા કરવાની ગર્ભિતપણે ભલામણ કરી છે.
ત શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ અર્થે જીવે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય વિશેષાર્થ :
1 છે. સર્વજ્ઞદેવ તથા નિગ્રંથ ગુરુ આ વીતરાગ સન્માર્ગની પ્રરૂપણા કરે છે. તેઓ આ સન્માર્ગના પ્રણેતા તથા આધારસ્તંભ છે. આ કાળમાં વીતરાગદેવ તેમજ વીતરાગધર્મનું યથાર્થ સ્વરૂપ સદ્ગુરુ દ્વારા ઓળખી શકાતું હોવાથી ગુરુતત્ત્વમાં દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વ સમાવિષ્ટ થાય છે. આમ, દેવ, ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયીમાં ગુરુ કેન્દ્રમાં છે. સદ્દગુરુ જગતમાં સૌથી મોટા દાતાર છે, સિદ્ધપદ દેનાર છે. તેઓ કેવળજ્ઞાન અને પરમાનંદનું દાન આપી જીવનું અનાદિનું ભિખારીપણું ટાળે છે. સદગુરુ વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ વડે તેની વૃત્તિનું ઉત્થાન કરાવે છે અને તેને મોક્ષ પ્રતિ વાળે છે. તેઓ તેને ચૈતન્યની અનંત શક્તિઓનું ભાન કરાવે છે અને અત્યંત કરુણાથી તેને ચૈતન્યનિધાન બતાવી, તેની પ્રાપ્તિની પ્રબળ ઝંખના જગાડે છે. તેઓ અનંત વર્ષોથી દ્રવ્યદળમાં રહેલા આત્મસમૃદ્ધિના ખજાનાને શોધવાનો માર્ગ બતાવે છે અને જીવ જ્યારે તે ખજાનો કાઢતો હોય ત્યારે તેની પડખે રહી, પ્રેરણા તથા હિંમત આપે છે. તેને મોક્ષમાર્ગ પ્રત્યે નિરુત્સાહી થઈને ડગતો જુએ તો તરત તેના પ્રત્યે વાત્સલ્ય બતાવીને તેનામાં માર્ગ પ્રત્યેનો ઉત્સાહ જગાડે છે અને તેને મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે. આમ, સદ્ગુરુ તેને રાગ-દ્વેષના ચક્રમાંથી ઉગારે છે અને સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે.
આત્મકલ્યાણના અર્થીએ આવા મહદ્ ઉપકારી સદ્ગુરુની ઓળખાણ કરીને તેમની ઉપાસના કરવી આવશ્યક છે. જો ખોટા ગુરુ મળી ગયા તો તેમના આદેશ-ઉપદેશ પ્રમાણે થતી સર્વ ધર્મારાધના ખોટી રીતે થાય છે, તેથી સદ્ગુરુનાં લક્ષણોથી રહિત વ્યક્તિને ગુરુસ્થાને સ્વીકારી લેનારની ધર્મારાધનાનો ભારે ઉદ્યમ પણ વ્યર્થ જાય છે. એવા જીવોની સ્થિતિ ઊંટવૈદ્યની સારવાર લઈ રહેલ રોગી જેવી છે. જો ઇલાજ કરનાર વૈદ્ય પોતે જ મૂર્ખ હોય તો તેની આપેલી દવા ખાવાથી વ્યાધિગ્રસ્ત માણસ નીરોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org