________________
૪૫૫
થઈ શકતો નથી. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કહે છે કે સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, કારણ કે આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે, તે તે તેમના કહેવાથી સાધી શકાય છે. તેથી તેમની પરીક્ષા કર્યા વગર જો તેમનો આશ્રય કરવામાં આવે તો ધર્મ સંબંધી કરાતા પ્રયાસો નકામા જાય. જ્યાં ધર્મના બતાવનાર ગુરુ શુદ્ધ ન હોય, ત્યાં અવિધિએ ધર્મ ક૨વાથી જીવ મોક્ષે જઈ શકતો નથી. જો રસાયણ ખવડાવનાર વૈદ્ય મૂર્ખ હોય તો તે ખાવાથી વ્યાધિગ્રસ્ત જીવ નીરોગી થઈ શકતો નથી. તેથી મોક્ષમાર્ગે નિશ્ચિત પ્રગતિ ઇચ્છતા મુમુક્ષુને સદ્ગુરુનો યોગ થવો અત્યંત આવશ્યક છે.૧
ગાથા-૨૪
જેમને આત્મજ્ઞાન છે, આત્માની સહજ આનંદદશાનો જેમને અનુભવ છે, સ્વ અને પરની ભિન્નતા જેમને સ્પષ્ટ ભાસી છે અને જેમની પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં છે તે જ સાચા સદ્ગુરુ છે. તેમને શોધી, તેમના આશ્રયે જવું એ આત્માર્થાનું કર્તવ્ય છે. જેઓ આત્મજ્ઞાનરહિત છે, જેમને આત્માના ગુણોનું અંશે પણ વેદન થયું નથી તેમને માત્ર બાહ્ય ત્યાગ હોવાથી કે કુળગુરુ હોવાથી સદ્ગુરુ માનવા તે માત્ર ભ્રમ જ છે અને તેવી ભ્રામક માન્યતાનો આગ્રહ કરવો તે મતાર્થીનું વ્યાપક લક્ષણ છે. આ બે પ્રકારના
મતાર્થને હવે વિસ્તારથી જોઈએ
(I) ‘બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય'
જેને આત્મજ્ઞાન નથી, એટલે કે જેનું મિથ્યાત્વ હજી ટળ્યું નથી, જેને આત્મભ્રાંતિરૂપ દર્શનમોહ ગયો નથી, પરમાં સુખબુદ્ધિ હોવાથી અંતરંગ વૈરાગ્ય પ્રગટ્યો નથી અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાયો પ્રવર્તે છે, તેવો અજ્ઞાની જીવ બાહ્યત્યાગી હોય તોપણ ગુરુ થવા માટે અપાત્ર છે. જેમની મિથ્યાત્વગ્રંથિ છેદાઈ નથી, તેમનો માત્ર બાહ્ય ત્યાગ જોઈને, તેમને નિગ્રંથ માની ગુરુપદે સ્થાપનાર મતાર્થી જીવને ભ્રાંતિરૂપ આવરણ વર્તે છે.
આત્મજ્ઞાનરહિત બાહ્યત્યાગી રાજ્યાદિ છોડી સાધુ થાય, ઉગ્ન અનશનાદિ તપ કરે, ક્ષુધાદિ બાવીસ પરિષહો સહન કરે, વ્રતભંગનાં અનેક કારણ મળે તોપણ દંઢ રહે - એવા જીવને પણ તત્ત્વોનું સાચું શ્રદ્ધાન-જ્ઞાન ન હોવાથી જ્ઞાનીઓએ મિથ્યાદ્રષ્ટિ અસંયમી કહ્યો છે. તે જે પણ પરિષહાદિ સહન કરે છે,
કષાયના અભિપ્રાયરૂપ વિચારથી સહન કરે છે. ઇષ્ટ-અનિષ્ટ સામગ્રી મળતાં સુખી-દુ:ખી ન થવું તથા જ્ઞાતા
૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ’, અધિકાર ૧૨, શ્લોક ૧,૨ ‘તત્ત્વેષુ સર્વેષુ ગુરુ: પ્રધાન, હિતાર્થધમાં હિતવુંવિતસાધ્યા । श्रयंस्तमेवेत्यपरीक्ष्य મૂ! धर्मप्रयासान् कुरु वृथैव ।। भवी न धर्मैरविधिप्रयुक्तैर्गमी शिवं येषु गुरुर्न शुद्धः I रोगी हि कल्यो न रसायनैस्तैर्येषां प्रयोक्ता भिषगेव मूढः ।।'
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org