________________
૪૫૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દ્રષ્ટા રહી પ્રવર્તવું એ જ સાચો પરિષહજય છે. પરંતુ મેં પરવશપણે નરકાદિ ગતિમાં ઘણાં દુ:ખ સહ્યાં છે. આ પરિષહાદિનું દુઃખ તો થોડું છે, તેને જો સ્વવશપણે સહન કરીશ તો સ્વર્ગસુખની પ્રાપ્તિ થશે. જો તેને સહન નહીં કરું અને વિષયસુખ સેવીશ તો નરકાદિની પ્રાપ્તિ થવાથી ઘણું દુઃખ થશે.' ઇત્યાદિ વિચારોથી તેને પરિષહ પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ રહે છે. તે ક્ષુધાદિથી દુઃખ તથા આહારાદિ મળતાં સુખ થાય છે એમ માને છે. તે માત્ર નરકાદિના દુઃખ અને ભયથી કે દેવાદિનાં સુખના લોભથી પરિષહને સહન કરે છે, તેથી આ બધો કષાયભાવ જ છે. કોઈક તો પોતાની પરભવ સંબંધી ભોગોની આકાંક્ષાને એવું સ્વરૂપ આપે છે કે “પરભવમાં ધર્મની અનુકૂળતા મળે તે માટે આ ભાવના ભાવું છું.' તે વર્તમાન ભવમાં અનુકૂળતાઓની પ્રાપ્તિ હોવા છતાં યથાર્થ ધર્મપંથે આગળ વધવા પ્રયત્ન કરતો નથી અને પરભવમાં ધર્મારાધના થઈ શકે તે માટે ગોઠવણી કરે છે. પરંતુ અધર્મ હોય ત્યાં ધર્મફળ સંબંધી શબ્દો વાપરવાથી કંઈ ભાવ બદલાઈ જતા નથી કે કર્મબંધ ભૂલ ખાતો નથી. વળી, તે વિચારે છે કે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી, માટે મારે આ પરિષહ સહન કરવા જ પડશે.' આમ, કર્મના ઉદયમાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવાને બદલે તે તેનો કર્તા-ભોક્તા બને છે.
અજ્ઞાની જીવ નરકાદિના ભયથી કે સ્વર્ગાદિના પ્રલોભનથી વિષયસેવનનો ત્યાગ તો કરે છે, પરંતુ જ્યાં સુધી તેને અંતરમાં વિષયસેવન રુચે છે ત્યાં સુધી તેનો ત્યાગ પણ યથાર્થ ત્યાગ નથી. ખરેખર તો તે પરિષહ સહેવાથી દુ:ખ માને છે તથા વિષયાદિ સેવનથી સુખ માને છે અને ફળાદિની અપેક્ષાએ પરિષહ સહેવાને તે સુખનાં કારણ જાણે છે અને વિષયાદિ સેવનને દુ:ખનાં કારણ જાણે છે. જેને તે સુખ-દુ:ખનાં કારણ માને છે, તેમાં તેને ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થતી હોવાથી રાગ-દ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થઈ શકતો નથી. તે અશુભ ભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને ખરાબ જાણે છે અને શુભ ભાવ વડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને સારો જાણે છે. તે અશુભ કર્મોનાં ફળમાં ફેષ કરે છે અને શુભ કર્મોનાં ફળમાં રાગ કરે છે; અને જ્યાં દુઃખસામગ્રીમાં દ્વેષ અને સુખસામગ્રીમાં રાગ હોય છે ત્યાં ચારિત્ર હોય નહીં. આમ, આત્મજ્ઞાન વિનાના બાહ્યત્યાગી - સાધુવેષધારી વિષયસેવન છોડી, તપશ્ચર્યાસેવનાદિ કરે તોપણ તેઓ અસંયમી જ છે. ‘પ્રવચનસાર'માં બાહ્યત્યાગી મુનિ સંસારતત્ત્વ છે એમ કહ્યું છે –
જે અજ્ઞાનીમુનિ મિથ્થાબુદ્ધિથી પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી પણ અન્યની અન્ય પ્રકારરૂપ કલ્પના કરે છે, તે મહામોહમલ્લ વડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. જો કે તે દ્રવ્યલિંગ ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org