SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૪ ૪૫૭ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવા મુનિ અનંત કાળ સુધી અનંત પરાવર્તન વડે ભયાનક કર્મફળને ભોગવતાં ભોગવતાં ભટક્યા કરે છે, તેથી એવા શ્રમણાભાસ મુનિને સંસારતત્ત્વ જ જાણવું. અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્થાબુદ્ધિ સહિત છે તે જીવ પોતે જ સંસાર છે.'' સ્વરૂપની ઓળખાણ વિના બાહ્ય ભાવે બાહ્ય ત્યાગાદિમાં પ્રવર્તતા જીવને ધર્મની યથાર્થ આરાધના થતી નથી. શુભ અને અશુભ બને ભાવ વાસ્તવમાં સંસારનું કારણ હોવાથી હાનિકારક છે અને મોક્ષ તો શુભાશુભ ભાવના નાશથી જ થાય છે એવું યથાર્થ શ્રદ્ધાન તેને હોતું નથી. તે શુભ કે અશુભ ભાવમાં રમે છે, પરંતુ બંધરહિત એવા જ્ઞાયક આત્માને ઓળખતો નથી. જ્યાં સુધી બંધભાવની દૃષ્ટિ છોડીને જીવ અબંધ આત્મસ્વભાવને ઓળખતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મારાધન થતું નથી. જે આત્માની પવિત્ર દશા સમજતો નથી, તે માત્ર જડના સંયોગ-વિયોગ ઉપરથી ધાર્મિકતાનું માપ કાઢે છે. પરંતુ બાહ્ય સ્થિતિ એ ધાર્મિકતાનું માપદંડ નથી. ધાર્મિકતા-અધાર્મિકતાનું માપ તો અંતર-અભિપ્રાય ઉપર આધાર રાખે છે. બહારમાં ત્યાગ કરે, પણ જો અભિપ્રાયમાં ભોગને ઇષ્ટ માનતો હોય તો તે અપરાધી છે, મિથ્યાત્વી છે, અધર્મી છે. દોષનું મૂળ મિથ્યા અભિપ્રાય છે અને પ્રવૃત્તિ તો તેની શાખાઓ છે. તેથી અભિપ્રાયની સુધારણા કરવી એ સૌ પ્રથમ અને અત્યંત આવશ્યક પગલું છે. મૂળ ઉપર ઘા કરવો તે બુદ્ધિમાનોનું કાર્ય છે, જ્યારે કેવળ શાખાઓનો નાશ કરવો એ મૂર્ખાઈ છે. છતાં અજ્ઞાની જીવ અભિપ્રાય બદલ્યા વગર બાહ્ય પ્રવૃત્તિના દોષો દૂર કરવા ઇચ્છે છે. દ્રવ્યલિંગી મુનિ મિથ્યા અભિપ્રાયનો નાશ કરવાની દરકાર નથી કરતા અને બાહ્ય ક્રિયા કરવાનો અથવા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય કરે છે, પણ એમ કરવાથી તેમનું મિથ્યાત્વ મટતું નથી. તેમના અભિપ્રાયમાં ત્યાગ થયેલ વસ્તુનો મહિમા રહી જતો હોવાથી તેઓ સાચા માર્ગથી વિમુખ જ રહે છે. તેમના અંતરમાં તો એમ જ હોય છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોની અનુકૂળતા વગરનું જીવન દુઃખમય જ હોય, વૈભવવિલાસવાળા જ સુખી હોય. તેથી હિંસા તથા વિષયોમાં મન-વચન-કાયાનું પ્રવર્તન રોકવા છતાં સાધનામાર્ગે તેમની કોઈ પ્રગતિ થતી નથી. આમ, અંતરંગ અભિપ્રાયની સુધારણા કર્યા વગર સાચો ત્યાગ થઈ શકતો નથી. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘તત્ત્વ પ્રદીપિકા', અધ્યાય ૩, ગાથા ૭૧ ___ 'ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यानित्यमेव तत्त्वमिति निश्चयमारचयन्तः सततं समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समये स्थिता अप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभावान्तरपरावर्तरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम् ।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy