________________
ગાથા-૨૪
૪૫૩
આથી
જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી
અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. (૨૪)
2 મનુષ્યભવની સફળતા સદ્ગુરુના યોગ ઉપર નિર્ભર છે, કારણ કે મોક્ષમાર્ગ ભાવાર્થ
1 સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. તેમના લક્ષ લક્ષ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, તેથી આત્મપ્રાપ્તિનો ઇચ્છુક જીવ આત્મજ્ઞાની ગુરુની શોધ કરી, તેમની આજ્ઞાએ વર્તા, પરમાર્થને પ્રાપ્ત કરવાનો ભાવ રાખે છે. આ વર્તમાન દુષમ કાળમાં પરમાર્થની વિશેષ હાનિ થઈ હોવાથી સાચા ગુરુ કેવા હોવા જોઈએ, સાચા માર્ગદર્શકનું સ્વરૂપ કેવું હોવું ઘટે તે સંબંધી મિથ્યા માન્યતા પ્રવર્તે છે અને કોઈક તો વળી તેનો દુરાગ્રહ કરી પરમાર્થમાર્ગના અનધિકારી બની જાય છે. સાંપ્રત કાળમાં ગુરુતત્ત્વ સંબંધી માન્યતામાં બે પ્રકારનું મતાર્થીપણું જોવા મળે છે – (૧) જે વ્યક્તિમાં બાહ્યથી - દેખીતી રીતે વિષયભોગોનો ત્યાગ હોય, પણ આત્મસ્વરૂપની પકડ નહીં હોવાના કારણે જેમનું ચિત્ત વિષયોમાં ભટકતું હોય; અર્થાત્ અંતરંગ વિરક્તિનો અભાવ હોય તેવી વ્યક્તિને, માત્ર બાહ્ય ત્યાગ હોવાથી ગુરુપદે સ્થાપિત કરવા એ મતાર્થીનું લક્ષણ છે. બાહ્યદૃષ્ટિવાળા જીવને સ્વરૂપમહિમાના અભાવે આત્મજ્ઞાનનું માહાભ્ય હોતું નથી, તેથી તે બાહ્ય ત્યાગથી પ્રભાવિત થઈ જાય છે. પોતે ખાવા-પીવાનો, વસ્ત્ર, ધન આદિનો ત્યાગ કરી શકતો નથી, તેથી બીજા કોઈનો વસ્ત્ર, ધન વગેરેનો બાહ્ય ત્યાગ જોઈને ‘તેમણે ઘણું કર્યું અને તેઓ મારા કરતાં ઊંચા છે, મહાન છે, જ્ઞાની છે, ગુરુવર્ય છે' એમ માને છે અને નમસ્કાર આદિ દ્વારા તેમનો વિનય કરે છે. જેમને બાહ્ય ત્યાગ હોય તે વ્યક્તિ તેને ધર્મિષ્ઠ લાગે છે, તેમણે ઘણો આત્મવિકાસ સાધેલ છે એમ લાગે છે; પરંતુ તે સમજતો નથી કે જો તે બાહ્યત્યાગી જીવ આત્મજ્ઞાનરહિત હોય તો તેઓ અજ્ઞાન સેવી રહ્યા હોવાથી તેઓ પણ તેની પોતાની જાતના જ છે. અનાદિ કાળથી શ્રદ્ધાની શુદ્ધિ કર્યા વિના તેણે પોતે પણ બાહ્ય ત્યાગનો આગ્રહ રાખ્યો છે, પણ મિથ્યાત્વના ત્યાગ વિના તે બંધનરૂપ નીવડ્યા છે એ તેને સમજાતું નથી. આત્મજ્ઞાન વિના જેમણે માત્ર બાહ્ય ત્યાગ રહણ કર્યો છે એવા અંતર્લાગ વિનાના પોતાના માની લીધેલા ગુરુ વિષે માહાભ્યબુદ્ધિ હોવી તે એક પ્રકારનો મહાગ્રહ જ છે. (૨) પોતાના બાપદાદાએ માનેલ ધર્મ(સંપ્રદાય)ના ગુરુમાં મમત્વ રાખવું, ભલે તેઓ ગમે તેવા અજ્ઞાન અને શિથિલ આચારથી ભરપૂર હોય, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તતા હોય, સ્વચ્છંદી હોય, કદાઝહી હોય; છતાં પણ દષ્ટિરાગથી તેમને સાચા ગુરુ માની, તેમને ગુરુપદે સ્થાપિત કરવા એ પણ મતાથનું લક્ષણ છે. અહીં કુળગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org