________________
૪૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આગ્રહ વિદ્યમાન હોય છે, તેથી આગ્રહ લક્ષણથી, લક્ષ્ય એવો મતાથ લક્ષિત થઈ શકે છે.
પોતાના માનેલા મતનો જે અર્થી છે, અર્થાત્ આગ્રહી છે તે મતાથ છે. મતાથ જીવની વૃત્તિ માન-મોટાઈને સાચવવામાં અને પોતાના મતના આગ્રહમાં રોકાયેલી રહે છે, તેથી તેને સાચું સમજવાનો અવકાશ રહેતો નથી અને પરિણામે તે આત્મહિત ચૂકી જાય છે. તે સત્વનું ગ્રહણ કરવાને બદલે અસતુનું ગ્રહણ કરે છે, એટલું જ નહીં પણ તેનો એકાંતે જકારરૂપ આગ્રહ પણ કરે છે. આ જ તેનું મતાર્થીપણું છે. સમ્યક્ તત્ત્વવ્યવસ્થાનું તેને ભાન નથી અને તેથી તે એકાંતે કોઈ એક પક્ષનું ગ્રહણ કરી ‘તે આમ જ છે' એમ દુરાગ્રહ કરે છે અને તે જ મતાથનું મુખ્ય અને સર્વવ્યાપક લક્ષણ છે.
આમ, જેનામાં પોતાના આત્માનું કલ્યાણ કરવાની યથાર્થ વૃત્તિનો અભાવ હોય છે, અર્થાત્ અનેકવિધ ધર્મકરણી કરવા છતાં પણ જેનું વલણ મોક્ષાભિમુખ થયું હોતું નથી, મોક્ષમાર્ગના ઉપાયો યોજતાં જે ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની બની જાય છે, તેવા મતાર્થી જીવનાં લક્ષણો આ દસ ગાથાઓમાં બતાવ્યાં છે. ગાથા ૪-૫માં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવોનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યું હતું, તેનો જ હવે આ પ્રકરણમાં વિસ્તાર કર્યો છે. બન્ને પ્રકારના મતાર્થી જીવોની વૃત્તિ-પ્રવૃત્તિની વિસ્તૃત સમજણ દ્વારા જીવ પોતામાં તેવા દોષ હોય તો તેને શોધીને તે દૂર કરવા પ્રયત્ન કરે એવા પવિત્ર હેતુએ શ્રીમદે આ લક્ષણો બતાવ્યાં છે એમ આ પ્રકરણની છેલ્લી ગાથા(૩૩)માં દર્શાવ્યું છે. આ લક્ષણોને વિચારી, આંતર નિરીક્ષણ કરી, તેવાં લક્ષણ પોતામાં છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવી અને હોય તો તે દૂર કરવા પ્રયત્ન કરવો કે જેથી સર્વ ધર્મપ્રવૃત્તિ સફળ નીવડે. આ હેતુને પાર પાડવા શ્રીમદે મતાથનાં લક્ષણો દર્શાવતી આ દસ ગાથાઓમાંની પાંચ (૨૪-૨૮) ગાથાઓમાં ક્રિયાજડ મતાથનું સ્વરૂપ દર્શાવ્યું છે, પછીની ત્રણ (૨૯-૩૧) ગાથાઓમાં શુષ્કજ્ઞાની મતાર્થીના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે અને અંતિમ બે (૩૨-૩૩) ગાથાઓમાં બન્ને પ્રકારના મતાર્થીનાં સામાન્ય લક્ષણો દર્શાવી ઉપસંહાર કર્યો છે.
ક્રિયાજડ વ્યવહારાભાસી મતાર્થીનાં લક્ષણ દર્શાવતી પાંચ ગાથાઓમાં શ્રીમદે તે મતાથમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ પરમ અવલંબનભૂત આત્મહિતકારી તત્ત્વ સંબંધી કેવી મિથ્યા માન્યતા અને મતાગ્રહ પ્રવર્તે છે તેનું વિવરણ કર્યું છે. પ્રથમ ગાથામાં ગુરુતત્ત્વ સંબંધી મતાર્થીની મિથ્યા માન્યતારૂપ મતાર્થનું દર્શન કરાવતાં શ્રીમદ્ કહે છે –
‘બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ.' (૨૪)
ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org