________________
૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સુગમતા રહે. ૨) ગાથા – ગાથાની ભૂમિકા આપ્યા પછી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથા આપવામાં આવી છે.
૩) અર્થ – મૂળ ગાથાની સાથે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અનુશીલન માટે શ્રી અંબાલાલભાઈએ કરેલ તે ગાથાનો ગદ્યાર્થ આપવામાં આવ્યો છે, જે અર્થ શ્રીમની દષ્ટિતળે આવી ગયેલ છે. ૧ ૪) ભાવાર્થ (સંક્ષિપ્ત વિવેચન) - શ્રી અંબાલાલભાઈએ કરેલ ગાથાર્થ પછી એકાદ પાના જેટલું ગાથાનો ભાવાર્થ સમજાવતું વિવેચન કરવામાં આવ્યું છે, જે ગાથાનો અર્થ સમજવામાં ઉપયોગી થઈ પડશે. ૫) વિશેષાર્થ (વિસ્તૃત વિવેચન) – ભાવાર્થ પછી વિશેષાર્થ આપવામાં આવ્યો છે, જેમાં ગાથાના વિષયને જ વિશેષપણે પ્રકાશિત કરવા પ્રયત્ન કર્યો છે. ગાથા સાથે સંબંધિત અન્ય પ્રયોજનભૂત વિષયોની પણ સમીક્ષા તેમાં કરેલી છે. ગાથામાં સમાયેલાં અર્થ, ભાવ, તત્ત્વચમત્કૃતિ તથા પરમાર્થગૌરવનું સંકલનાબદ્ધ વિવરણ કરવામાં આવ્યું છે. ૬) પાદપૂર્તિ – ગાથાના વિવેચનના અંતમાં શ્રી ગિરધરભાઈ રચિત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ આપી છે. પાદપૂર્તિની આઠ પંક્તિઓમાં શ્રી ગિરધરભાઈએ ગાથાના ચારે ચરણ વણી લીધાં છે, જેમાં તેમણે ગાથાનું વિવેચન કરવાની સુશ્લિષ્ટ, સુગ્રથિત, લાક્ષણિક શૈલી પ્રયુક્ત કરી છે.
આ રીતે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનની સમગ્ર યોજના કરવામાં આવી છે. તે પરમાર્થઘન ગાથાઓનો કંઈક રસાસ્વાદ જિજ્ઞાસુ જીવો માણી શકે એવા ભાવથી તે ગાથાઓનો આશય યત્કિંચિત્ ઝીલી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચનમાં ૧- શ્રીમદ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની કેટલીક ગાથાઓ ઉપર વિ.સં. ૧૯૫૨ના આસો વદ ૨, અર્થાત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના બીજા દિવસે લખેલા વિવેચનરૂપ પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રો “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પહેલી અને બીજી આવૃત્તિમાં આંક ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧ તરીકે છપાયા છે. તે પછીની આવૃત્તિઓમાં તે પત્રો, જે જે ગાથાનું વિવેચન છે તે ગાથા સાથે આપવામાં આવ્યા છે. આ પત્રો દ્વારા ગાથામાં સમાયેલા સિદ્ધાંતને ગૂઢ મર્મને કેવી સરળતાથી અને કુશળતાથી શ્રીમદે ખુલ્લા કર્યા છે તે જોઈ શકાય છે. શ્રીમદે પોતે ગાથા ૭, ૮, ૧૨, ૬૩, ૬૪, ૬૬, ૭૪, ૭૮, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬નું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે અને ગાથા ૬, ૯, ૧૦, ૬૨, ૬૭, ૭૭, ૮૦નું વિસ્તારથી વિવેચન કર્યું છે. આ સર્વ વિવેચનો તે તે ગાથાના શ્રી અંબાલાલભાઈએ કરેલા અથે પછી મૂકવામાં આવ્યાં છે, તેમજ તેનો મહદંશ પ્રસ્તુત વિવેચનના વિશેષાર્થ વિભાગમાં અવતરણરૂપે લેવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org