________________
પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - ભૂમિકા
८७ પરિપૂર્ણ જાણવાને અશક્ત છે, તોપણ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના મનનથી અને અન્ય શાસ્ત્રોના પરિશીલનથી શ્રીમદ્દના વિચારોની દિશામાં ભાવાર્થ યત્કિંચિત્ જાણી-પામી શકાય છે.
પ્રસ્તુત વિવેચનમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સમાયેલ સિંધુને પ્રગટ કરવાનો કિંચિત્ પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રીમન્ની આ કૃતિને જનસમાજ સારી રીતે સમજે અને બાહ્ય દષ્ટિનો ત્યાગ કરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લ્હાવો લે તે હેતુથી આ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન પૂર્વે થયેલાં વિવેચનોના નિચોડરૂપ લખવા ઉપરાંત તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિથી ભાવોદ્દઘાટન પણ કર્યું છે. તેમાં પૂર્વાચાર્યોનાં શાસ્ત્રોની સાક્ષી સહિત ગાથાઓનો અર્થવિસ્તાર કર્યો છે. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની જે અદ્ભુત સંકલનાબદ્ધ અપૂર્વ રચના કરી છે તે અનુસાર ૧૪૨ ગાથાના આ સંપૂર્ણ વિવેચનને બાર વિભાગમાં વિભક્ત કર્યું છે. તે બાર વિભાગોની યોજના આ પ્રકારે છે –
પ્રકરણ
ગાથાક્રમાંક
2 હૈ ૧ ૦ ૧ ૨ જ છે • -
૧-૨૩ ૨૪-૩૩ ૩૪-૪૨ ૪૩-૪૪ ૪૫-૫૮ ૫૯-૭૦ ૭૧-૭૮ ૭૯-૮૬ ૮૭-૯૧ ૯૨-૧૧૮ ૧૧૯-૧ ૨૭ ૧૨૮-૧૪૨
વિભાગનું નામ
ઉપોદ્યાત મતાથલક્ષણ આત્માર્થીલક્ષણ
પપદનામકથન પ્રથમ પદ - આત્મા છે. બીજું પદ - આત્મા નિત્ય છે. ત્રીજું પદ - આત્મા કર્મનો કર્તા છે. ચોથું પદ – આત્મા કર્મનો ભોક્તા છે.
પાંચમું પદ - મોક્ષ છે. છઠું પદ - મોક્ષનો ઉપાય છે. શિષ્યબોધબીજપ્રાપ્તિકથન
ઉપસંહાર
દરેક ગાથાના વિવેચનની સંકલનાબદ્ધ સાંગોપાંગ યોજના આ પ્રકારે પ્રયોજવામાં આવી છે – ૧) ભૂમિકા – દરેક ગાથાના વિવેચનની શરૂઆતમાં આગલી ગાથા સાથેનો પૂર્વાપર સંબંધ બતાવવામાં આવ્યો છે, જેથી વાચકને શાસ્ત્રના સળંગ પ્રવાહને સમજવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org