________________
८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
લખાઈ શકે તેમ છે; એમ એક પ્રસંગે ગ્રંથકર્તાપુરુષે કહ્યું હતું.”
બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી પણ લખે છે કે -
શ્રીમદ્ રાજચંદ્રની આ અનુપમ કૃતિ સૂત્રાત્મક છે. તેનો વિસ્તાર વિવેકી વાચકવર્ગે શાંતિપૂર્વક કર્તવ્ય છે. તેઓશ્રીએ પોતે જ જણાવેલ છે કે આત્મસિદ્ધિની ૧૪૨ કડીઓમાંની દરેક કડી ઉપર સો-સો કડીઓ લખાય તેમ છે. આવો આ ગહન ગ્રન્થ છે. એમ છતાં તેને એવી શૈલીમાં રજૂ કરેલ છે કે દરેકને તેની યોગ્યતા પ્રમાણે કંઈ ને કંઈ ગ્રહણ થાય અને જેમ જેમ તેનો અભ્યાસ વધે તેમ તેમ તેની મહત્તા પણ વિશેષ વિશેષ ભાસવા લાગે.૨
આ વચનો ઉપરથી આ ગ્રંથની ગહનતાનો ખ્યાલ આવી શકે છે. આ ગ્રંથ ઉપર ગમે તેટલું લખાય તોપણ એ ઓછું જ પડે તેટલું તત્ત્વ તેમાં ભરેલું છે. સરળ ગુર્જર ભાષામાં લખાયેલ છતાં વિવેચન દ્વારા તેનો વિષય વિશેષ સ્પષ્ટ થઈ શકે તે નિઃશંક છે. અતિશય મર્માળ એવા આ ગ્રંથના રહસ્યાર્થને ઉદ્ઘાટિત કરવામાં ન આવે તો સંથકારના આશયને પામવો સામાન્ય વાચક માટે દુષ્કર થવો સંભવે છે. જેમ “શ્રીમદ્ ભગવદ્ગીતા' આદિ ગ્રંથોના અભ્યાસ માટે વેદાંતનું થોડું-ઘણું જ્ઞાન આવશ્યક છે, તેમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો વિષય દાર્શનિક તેમજ તર્કપ્રધાન હોવાથી તેનું અધ્યયન કરનારમાં જૈન તત્ત્વજ્ઞાનની થોડી ઘણી સમજણ પૂર્વતૈયારીરૂપે હોવી જરૂરી છે. તેની ગાથાઓનું હાર્દ સમજવા માટે, તેના રહસ્યને સમજવા માટે ક્રમબદ્ધ, તર્કસંગત, વિકાસોન્મુખી, પૂર્વાપર શૃંખલાબદ્ધ એવા સુવ્યવસ્થિત વિવેચનની આવશ્યકતા રહે છે. ખરેખર તો શ્રીમન્ના હૃદયના ભાવ પરિપૂર્ણ રીતે પ્રકાશવાનું કાર્ય સામાન્ય મનુષ્યની શિક્તિ બહારનું છે. શ્રીમદે તો અધ્યાત્મમાં ઊંડા ઊતરીને આ સર્જન કર્યું હોવાથી અધ્યાત્મજ્ઞાનના અધિકારી ધર્માત્મા જ તેમાં રહેલા પરમાર્થને બહાર લાવી શકે. જેમણે અધ્યાત્મશાસ્ત્રોનું ઘણું મનન કર્યું હોય, શ્રીમદ્ અને તેમની વાણી પ્રત્યે અત્યંત ભક્તિ હોય, તેઓ જ શ્રીમન્ના હૃદયમાં ઊતરીને આ શાસ્ત્રના વાચ્યાર્થ તેમજ અનુભવાર્થનો સારી રીતે પ્રકાશ કરી શકે. શ્રીમદે જૈનાગરમોથી અવિરુદ્ધપણે અધ્યાત્મ સંબંધી જે ઉદ્ગારો કાઢ્યા છે, તે લક્ષમાં લઈ ભાવાર્થ કરવામાં આવે તો જ શ્રીમદ્ભો અંતર-આશય સમજાવી શકાય. સ્વાધ્યાય, ચિંતન આદિ દ્વારા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને હૃદયંગમ કર્યા પછી જો વિવેચન કરવામાં આવે તો તે વિવેચન તેમાં રહેલા અધ્યાત્મના મર્મને પ્રગટ કરવામાં સમર્થ બને.
ભારતીય વાક્યમાં અધ્યાત્મગ્રંથ કે અન્ય કોઈ શાસ્ત્ર ઉપર વિવેચન કરવાની ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ', પ્રસ્તાવના, પૃ.૪૬-૪૭ ર- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org