________________
ભૂમિકા
શ્રમણ ભગવાન મહાવીરે પ્રણીત કરેલા લોકોત્તર મોક્ષમાર્ગના ઉદ્યોતકર પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આધ્યાત્મિક શૈલીથી મોક્ષમાર્ગનું સુરેખ નિરૂપણ કર્યું છે. તેમાં નિરૂપાયેલા તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોના કારણે આ ગ્રંથ તત્ત્વજ્ઞાનના શ્રેષ્ઠ ગ્રંથોની હરોળમાં બેસી શકે એમ છે. અધ્યાત્મરસપરિણત હૃદયમાંથી અનુભવના ઉદ્ગારરૂપે નીકળેલ આ શુદ્ધ ચૈતન્યરસની અમૃતસરિતારૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે આત્માનો મહિમા ગાયો છે. આ પદ્યરચના તેમની કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ કૃતિમાં તેમણે તત્ત્વજ્ઞાનના વિષયોનું દોહન કરીને, તેનાં ગૂઢ રહસ્યો સાદી સરળ ગુજરાતી ભાષામાં રજૂ કર્યા છે. ૧૪૨ ગાથાની આ કૃતિમાં તેમણે “આત્મા છે', તે નિત્ય છે', ‘તે કર્મનો કર્તા છે', ‘તે કર્મફળનો ભોક્તા છે', મોક્ષ છે અને “મોક્ષનો ઉપાય છે' - આ છ પદને સંક્ષેપમાં છએ દર્શનોના સારરૂપ ઘટાવીને, ગુરુશિષ્યસંવાદશૈલીમાં આ અદ્ભુત રચના કરી છે. આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરનાર શ્રીમદ્ભો આ ગ્રંથ સાધકને પરમ સાધનરૂપ છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષા સરળ હોવા છતાં તેમાં અધ્યાત્મશાસ્ત્રોનો નિષ્કર્ષ હોવાથી તેની અર્થગંભીરતા ઘણી ગહન છે. તેનો ઊંડો અભ્યાસ કરવામાં આવે તો તેનો વિશેષ પરિચય થાય અને તેમાં સમાયેલાં અધ્યાત્મરત્નો પ્રાપ્ત થઈ શકે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એટલે જિનશાસ્ત્રોનું નવનીત, આગમપુષ્પોની મહામૂલો અર્ક, પદર્શનનો સાર, પરમ જ્ઞાનદશા પામેલા શ્રીમની સાધનાનો પરિપાક, આત્મસિદ્ધિ અર્થે સર્વ જીવો માટે ઉદ્ઘાટિત થયેલ મોક્ષમાર્ગ. તેનું કદ માત્ર ૧૪ર ગાથાઓનું હોવા છતાં તેમાં ઘૂંટી ઘૂંટીને તત્ત્વજ્ઞાન ભરેલું છે. તેની ગાથાઓ રહસ્યગર્ભિત છે. હિંદી સાહિત્યના પ્રસિદ્ધ કવિ બિહારીએ પોતાના દોહાઓ વિષે કહેલ ઉક્તિ ‘દેખનમેં છોટે લગે, ઘાવ કરે ગંભીર, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' માટે પણ સાર્થક ઠરે છે. જો કોઈ મહાન તત્ત્વજ્ઞાની આધ્યાત્મિક દષ્ટિએ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન કરવા ધારે તો ૧૪૨ ગાથાઓમાંની દરેકે દરેક ગાથા ઉપર એક એક જુદો ગ્રંથ રચી શકાય એમ છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર આ ગાથાઓ રહસ્યયુક્ત, ગંભીર અને અદ્ભુત છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષે શ્રીમદ્રનો અભિપ્રાય નોંધતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે –
આ ગ્રંથનું ગૌરવ ૧૪૨ દોહરાનું છે, છતાં તે ઉપર ૧૪૨૦૦ શ્લોકોની ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org