________________
૫૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કરી રહ્યો છે. માનાદિ પ્રત્યેના વલણમાં અને તે સંબંધીના વિકલ્પોમાં તો ક્લેશ અને વ્યાકુળતા છે. જેમ પાણીનું બુંદ રેતીમાં પડે તો ચુસાઈ જાય છે અને કમળના ફૂલ ઉપર પડતાં તે મોતીની જેમ શોભી ઊઠે છે, તેમ તું તારા જ્ઞાનોપયોગને માનાદિમાં વેડશે તો ચુસાઈ જશે, તારી અમૂલ્ય સંપત્તિ વ્યર્થ જશે; પરંતુ જો તું તેને પરમાર્થપ્રાપ્તિના માર્ગે વાળશે તો તે મોતીની જેમ શોભી ઊઠશે. માટે હે વત્સ! તું માનાદિનો ત્યાગ કર અને પરમાર્થપ્રાપ્તિનો ઉદ્યમ કર, જેથી તારા ભવનો છેદ થાય. આવો મનુષ્યઅવતાર મળ્યો છે તો ભવનો છેદ કરી તેને સાર્થક કર. ચાર ગતિના ભવભ્રમણનો અભાવ ક૨વા માટે જ આ અવતાર મળ્યો છે. આત્મહિતનું મહાન કાર્ય તારે સાધવાનું છે. માનાદિના પ્રસંગોમાં આત્માને રોકી રાખશે તો પરમાર્થપ્રાપ્તિના મહાન કાર્યને તું ક્યારે સાધી શકશે? તેથી પરમાર્થની પ્રાપ્તિનો પિપાસુ થઈને તું માનાદિને છેદવાનો ઉપાય કર. માનાદિથી પરાભવ ન પામતાં તેની સામે પૂરજોશથી બળ વાપર૨. માનાદિને હટાવી દેવાના ઉત્સાહપૂર્વકના પુરુષાર્થથી તારા અંતરમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અનેક બળને મેળવશે અને ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ ઊપડશે. જો તું માનાદિની સ્પૃહા છોડી, જ્ઞાનીના પરમાર્થમાર્ગનો આશ્રય ગ્રહણ કરશે, પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહેશે તો તું તથારૂપ સામર્થ્ય વિસ્તારી નિજપદને પામશે, અનંત સુખાદિ ગુણોનાં નિધાન પ્રગટશે, શુદ્ધ પૂર્ણ અનંત ગુણોનો ભોગવટો સાદિ અનંત કાળ પર્યંત તને થતો રહેશે. માટે હે જીવ! માનાદિથી તું અત્યંત ઉપેક્ષિત થા અને તારી સર્વ શક્તિને પરમાર્થપ્રાપ્તિની સાધનામાં જોડ.'
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
-
Jain Education International
‘એ પણ જીવ મતાર્થમાં, હું જગ થાઉં પ્રસિદ્ધ; તે માટે તન ધન દઈ, કામ નામનું કીધ. એમ અનેક પ્રકારથી નિજમાનાદિ કાજ; કરે ઘણું પણ વ્યર્થ તે, ભવ વૃદ્ધિનો સાજ. પુદ્ગલ અભિલાષા વડે, તપ જય કરે અનેક; પામે નહિ પરમાર્થને, ખોટી રાખે ટેક. ભવાભિનંદી લક્ષણો, જેમાં ઘણાં ભર્યાં જ; તે ન લહે જિન માર્ગને, અન્-અધિકારીમાં જ.'
, ૧
* * *
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૦-૨૨૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૨૧-૧૨૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org