________________
ગાથા-૩૧
૫૭૫
જેનું ચિત્ત ચાર ગતિનાં પરિભ્રમણરૂપ દુઃખથી ખેદ પામ્યું હોય અને માનાદિ વિભાવનો ખરેખરો થાક લાગ્યો હોય, તે જીવ પરમાર્થપ્રાપ્તિનો અધિકારી છે. પરંતુ જેને ભવભ્રમણનો ભય લાગતો ન હોય, માનમાં હજી મજા આવતી હોય, મોટામાં સુખ લાગતું હોય; તેને પરમાર્થપ્રાપ્તિનું અધિકારીપણું નથી, તેનામાં પાત્રતા જ પ્રગટી નથી. પરમાર્થપ્રાપ્તિનો અનુત્સાહ અને માનના ઉત્સાહથી શુદ્ધ સ્વરૂપમાં ઢળવાનો નકાર અને બંધન તરફ ઢળવાનું જોર આવે છે અને એ જ તેના મિથ્યાત્વનું પ્રબળપણું દર્શાવે છે. તે જ્ઞાની હોવાનો ડોળ કરે છે અને તેના અંતર-આશયમાં તીવ્ર માન ભર્યું છે, તેથી તેને અનંત સંસારની વૃદ્ધિ થાય છે.
પોતાને જ્ઞાની ગણાવવાની ઇચ્છાથી પોતાના શુષ્ક મતનો આગ્રહ નહીં છોડનાર શુષ્કજ્ઞાની મતાર્થમાં પ્રવર્તન કરી આત્માર્થ ચૂકી જાય છે અને તેથી પોતે તો ભવસમુદ્રમાં બૂડે જ છે, પણ પોતાના સંગમાં આવનાર પોતાના આશ્રિત જનોનો, પોતાનો ઉપદેશ સાંભળીને તદનુસાર વર્તન કરનારા ભોળા જીવોનાં અકલ્યાણમાં પણ પોતે નિમિત્ત બને છે. ‘શ્રી સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે એક અંધ માણસ અન્ય આંધળાને દોરી જાય તો વિવક્ષિત માર્ગથી જુદા જ માર્ગે લઈ જાય છે. દોરવણી આપનાર અને દોરવણી લેનાર બન્ને અંધ હોય ત્યાં ધારેલ સ્થાનકે પહોંચવાનો સંભવ જ નથી. ૧
લૌકિક વલણના કારણે શુષ્કજ્ઞાની જીવ સ્વ-પરનાં અહિતનું નિમિત્ત થાય છે. તે પરમાર્થને પામતો તો નથી અને પામી શકે એવી તેની યોગ્યતાનો પણ નાશ થઈ ગયો હોય છે. અનધિકારીપણાના કારણે તેની વૃત્તિ નિજસ્વરૂપની સાધનામાં કાં તો પ્રવૃત્ત જ થતી નથી અથવા એટલી મંદપણે પ્રવૃત્ત થાય છે કે જેથી થોડા વખતમાં તે વૃત્તિ નિષ્ક્રિય થઈ સ્વયં સમાપ્ત થઈ જાય છે. તથારૂપ યોગ્યતાના અભાવના કારણે આવો જીવ સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. જો તે સર્વ શક્તિથી પરમાર્થનો લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશનો ત્યાગ કરીને, માનાદિ કામના છોડી, નિજ આત્મકલ્યાણની વિચારણામાં પ્રવર્તે તો તેને અવશ્ય શુદ્ધાત્મપરિણતિરૂપ પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે. જ્ઞાનીઓ પ્રેરણા આપતાં કહે છે કે –
હે જીવ! માનાદિથી હટી અંતર્મુખ થા. તારી અંદર તારી પ્રભુતાનો પરિચય કર. તું તો પૂર્ણાનંદનો નાથ છે. તારામાં શું અપૂર્ણતા છે કે તારે મહાન થવા લોકાદરની સહાય લેવી પડે? તું તો સુખ-શાંતિનો ભંડાર છે. કોઈએ તારો વૈભવ છીનવી નથી લીધો. માનાદિને સુખ-શાંતિનું કારણ માનીને તું નાહકની તેની ગુલામી ૧- જુઓ : ‘શ્રી સુયગડાંગ સૂત્ર', શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧, ઉદ્દેશ ૨, ગાથા ૧૯
'अंधे अंधं पहं णेति दूरमद्धाण गच्छती । आवज्जे उप्पधं जंतो अदुवा पंथाणुगामिते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org