SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ४७ દૃષ્ટિકોણનો લાભ મળત. શ્રી ભોગીલાલ ગિ. શેઠે કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ વિવેચન તેમની ભાષાની સરળતા, શૈલીની પ્રવાહિતા, ભક્તિભાવની આર્દ્રતા તથા કદની સપ્રમાણતાના કારણે મૂળ શાસ્ત્રના અભ્યાસ માટે જિજ્ઞાસુ વર્ગને ખૂબ ઉપયોગી નીવડે છે. (૫) The Self Realization' - શ્રી દીનુભાઈ પટેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અંગ્રેજી ભાષાંતર-અર્થવિસ્તારનું પુસ્તક “The SelfRealization' શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા વિ.સં. ૨૦૪૧(ઈ.સ. ૧૯૮૫)માં પ્રકાશિત થયું હતું, જેમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મૂળ ગાથાઓનો વિસ્તૃત ગદ્યાર્થ તત્ત્વજ્ઞાનના અધ્યાપક શ્રી દીનુભાઈ મૂળજીભાઈ પટેલ દ્વારા સંપન્ન થયો છે. શ્રી દીનુભાઈ પ્રસ્તાવનામાં લખે છે – 'The great men are the salt of the earth and they are the torchbearers of eternal truths is amply proved by the life and teachings of Shrimad Rajachandra. ..... It is very difficult to complete one's say in spiritual matters in a short composition, but the genius of Shrimad Rajachandra has achieved it with mastery in his Atma-siddhi. ..... It (Atmasiddhi) analyses the causes and effects of the soul's delusion and it suggests the way to dispel it and attain the state of self-realization.' પુસ્તકની શરૂઆતમાં ૫૪ પૃષ્ઠપ્રમાણ શ્રીમનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. તત્પશ્ચાતું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ૧૨૦ પાનાં જેટલું ભાષાંતર-વિવેચન છે, જે અંતર્ગત સૌ પ્રથમ દેવનાગરી લિપિમાં મૂળ ગુજરાતી ગાથા છાપવામાં આવી છે, ત્યાર પછી મૂળ ગાથાના સાચા ઉચ્ચારણના નિદર્શન માટે ફરીથી મૂળ ગાથા રોમન અંગ્રેજી શૈલીમાં આપી છે, ત્યારપછી બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીનો આંગ્લ પદ્યાનુવાદ અને અંતે શ્રી દીનુભાઈસ્કૃત અર્થવિસ્તાર રજૂ થયેલ છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નો ગદ્યાર્થ અંગ્રેજી ભાષામાં આટલા વિસ્તારથી પ્રથમ વાર થયેલો જણાય છે. પ્રસ્તુત ગદ્યાર્થવિવેચન બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીના પ્રત્યક્ષ માર્ગદર્શન તથા કડક ચકાસણી હેઠળ તૈયાર થયેલ હોવાથી અધિકૃતતા પામે છે. તે મુખ્યત્વે શ્રી અંબાલાલભાઈના સંક્ષિપ્ત ગુજરાતી ગદ્યાર્થનું, શ્રીમદ્ભા વિવિધ પત્રોનું તથા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત ગુજરાતી વિવેચનનું કુનેહભર્યું સંકલન-ભાષાંતર હોય એમ જણાય છે. 9- Shri Dinubhai Patel, 'The Self Realization', Introduction, Pg.IV-VI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy