________________
૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
‘પરમ શુદ્ધોપયોગી, પરમ અનુભવરસભોગી, સ્વરૂપરમણી, પરમ આત્મચારિત્રી શ્રીમદુના આત્મપ્રદેશોની નિર્મળતાને સ્પર્શીને સહજ બહાર આવેલી, પવિત્ર હૃદયમાંથી સ્વયં નીકળેલી અને આ અવનિના સુપાત્ર જનોનું કલ્યાણ કરવા સર્જાયેલી આ અમૃતરસધારા છે.”
અનાદિ મોહનિદ્રામાંથી જગાડનાર, વિસારી મૂકેલાનું સ્મરણ કરાવનાર, અંતર્ધાન થઈ ગયેલા આત્માને પ્રગટ કરનાર અને મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરવાનું રહસ્ય દર્શાવનાર આ પરમ પવિત્ર નિર્મળ, નિર્દોષ શાસ્ત્ર છે.'
પ્રસ્તુત વિવેચનનો અભ્યાસ કરતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠના હૃદયના ઊંડાણમાંથી છલકાતો શ્રીમદ્ પ્રત્યેનો ભક્તિરસ, ગાથાનો અર્થ સમજાવવાની તેમની સચોટ શૈલી, ગાથાઓનું આયોજનબદ્ધ વિવેચન તથા સુપાત્ર શિષ્યના વિનયાદિ અનેક ગુણોનું વર્ણન પાઠકને પ્રભાવિત કર્યા વિના રહેતું નથી. પ્રત્યેક ગાથાના વિવેચનનો પ્રારંભ તે ગાથાના સંક્ષિપ્ત ભાવાર્થથી કર્યો છે. શ્રી અંબાલાલભાઈએ કરેલ અર્થમાં શાબ્દિક ફેરફાર કરીને તેમણે ‘ભાવાર્થ' રચ્યા છે. તત્પશ્ચાતું ‘વિશેષાર્થમાં તેમણે ગાથામાં રહેલ મર્મને અનાવરિત કરવા સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ગાથાની સમજૂતી એવી સરળ, સીધી અને સંક્ષિપ્ત ભાષાશૈલીમાં આપી છે કે ગાથાના વિષયનું ગ્રહણ ત્વરાથી થઈ શકે છે. જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં ગાથાના વિષયને સંબંધિત આવશ્યક સિદ્ધાંતજ્ઞાનની સંક્ષિપ્ત ચર્ચા કરી છે કે જેથી શાસ્ત્રકર્તાનો આશય સીધો પકડાઈ શકે. તદુપરાંત, ગાથાના વિવેચનની શરૂઆતમાં આગલી ગાથા સાથેનો સંબંધ મહદંશે સમજાવવામાં આવ્યો છે, જે આ વિવેચનનું અગત્યનું જમા પાસું છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અદ્ભુત, તત્ત્વજ્ઞાનસભર, ગહન સંથ ઉપરના આ વિવેચનમાં શ્રી ભોગીલાલ ગિ. શેઠે પોતાની આગવી શક્તિથી ગ્રંથકારે ગ્રહણ કરેલા વિષયની સાંકળની સ્પષ્ટતા કરી છે. ગાથાના મર્મનો પ્રકાશ તથા વિસ્તાર કરવા માટે અમુક જગ્યાએ તેમણે શ્રીમનાં જ અન્ય વચનોનો સુયોગ્ય ઉપયોગ કર્યો છે. અપવાદરૂપે ‘શ્રી આચારાંગ સૂત્ર' તથા ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના એક એક અતિ સંક્ષિપ્ત અવતરણ સિવાય અન્ય કોઈ શાસ્ત્રીય અવતરણો તેમણે આપ્યાં નથી. અમુક ગાથાઓના અર્થઘટનમાં તે અંગેનાં શ્રીમનાં લખાણ જ તેમણે સીધાં મૂકી દીધાં છે. શ્રીમદ્નાં લખાણથી ઉત્તમ બીજું શું હોઈ શકે? તોપણ સ્વીકારેલી વિવેચનશૈલી અનુસાર એ ગાથાઓ વિષે તેમણે પોતે કંઈક વિવેચન કર્યું હોત તો અભ્યાસી પાઠકને નવીન ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', બીજી આવૃત્તિની
પ્રસ્તાવના, પૃ. ૧૭ ૨- એજન, પૃ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org