________________
૨૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી.
મૃત્યુનું આવવું અવશ્ય છે.”
આવા પ્રસંગોમાં સદ્ગુરુ માથે હોય તો જીવ બચી શકે છે, નહીં તો જીવને પોતાના દોષો તો સૂઝતા નથી અને તે દોષોને ગુણ માની લેવાની ભૂલ કરી તે દોષોનો પક્ષ લે છે. ભરૂચના શ્રી અનુપચંદ મલકચંદ અંતર્લક્ષવિહીન બાહ્ય ક્રિયામાં રત રહેતા હતા. જ્યાં એકલી ક્રિયા જ જોવા મળે ત્યાં જ્ઞાનનો લક્ષ લાવવો રહ્યો, કેમ કે એકલી બાહ્ય ક્રિયાથી કલ્યાણ નથી. તેથી તેમને જાગૃત કરી, તેમના જીવનમાં અંતર્મુખવૃત્તિનો લક્ષ કરાવવા શ્રીમદ્ લખે છે –
“તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે? અને તેનું શું પરિણામ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? તે વિષે
ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાનું કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તુત્વના માહાભ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદષ્ટિ છે.’ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૧ (પત્રાંક-૫૮૮). ૨- એજન, પૃ.૫૧૧ (પત્રાંક-૭૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org