________________
ગાથા-૯
૨૩૧ ઉપદેશ આપે છે. આત્માર્થીએ શું કરવું અને કેવી રીતે કરવું તેનું તેઓ માર્ગદર્શન આપે છે. સગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન વિના આ દોષો નીકળવા પ્રાયઃ અસંભવ છે એવી સમજપૂર્વક, લૌકિક ભાવને છોડી, વાચાજ્ઞાન તજી, કલ્પિત વિધિ-નિષેધ તજી, આત્માર્થી જીવ સદ્ગુરુની આજ્ઞાનું મહત્ત્વ સમજી તે પ્રમાણે પ્રવર્તે છે. જેમ થાકેલો માનવ વિશ્રામ મળતાં હર્ષ અનુભવે છે, રોગથી પીડિત મનુષ્ય વૈદ્ય મળતાં રાહત અનુભવે છે; તેમ આત્મભ્રાંતિના રોગથી પીડાતા અને ભવભ્રમણથી થાકેલા જીવને સદ્દગુરુરૂપી વૈદ્યનો યોગ થતાં, થાક ઉતારનાર અને રોગ મટાડનાર તેમનો ઉપદેશ મળતાં તે ઉત્સાહપૂર્વક તેમની આજ્ઞાનું સેવન કરે છે. સદ્ગુરુ સત્પથ ઉપર તેને ચડાવે છે. સદ્ગુરુના માર્ગદર્શનથી તે અદમ્ય ઉત્સાહમાં આવી, પરમ પ્રસન્નતાપૂર્વક થયેલ પ્રસ્થાનને પ્રગતિના રાહે આગળ ધપાવે છે. તેના પથને પ્રશસ્ત કરનાર સગુરુ તેની સાથે હોવાથી ભુલાવો કે જમણા થવાની હવે તેને ચિંતા રહેતી નથી.
આમ, સદ્ગુરુ ક્રિયાજડત્વનો અને શુષ્કજ્ઞાનીપણાનો પક્ષ છોડાવવા જીવને પરમ અવલંબનભૂત બને છે. આત્માર્થી જીવો એકાંત માન્યતામાં ફસાઈ જઈ આત્મહિત ચૂકી ન જાય તે અર્થે શ્રીમદ્ તેમને નિષ્કારણ કરુણાથી ચેતવણી આપી યથાર્થ માર્ગદર્શન આપતા હતા. શ્રી દેવકરણજી મુનિને શુષ્કજ્ઞાનથી બચાવવા માટે અને શ્રી અનુપચંદ મલકચંદને ક્રિયાજડત્વથી બચાવવા માટે તેમણે તે બન્નેને ઉપદેશ કર્યો હતો, એ બે મુખ્ય પ્રસંગો અત્રે જોઈએ –
શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને યોગવાસિષ્ઠ' આદિ વેદાંતનાં શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી હતી. સુરતમાં સં. ૧૯૫૦માં મુનિઓનું ચાતુર્માસ હતું તે વખતે શ્રી દેવકરણજી મુનિ વેદાંતના ગ્રંથો વાંચતા હતા. વેદાંતના જાણકાર ભાઈઓના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાંચનથી શ્રી દેવકરણજી મુનિ પોતાને પરમાત્મા માનવા લાગ્યા હતા. શ્રી લલ્લુજી મુનિએ તે વાત શ્રીમદ્જીને નિવેદન કરી, એટલે શ્રી દેવકરણજી મુનિ એકાંતવાદમાં તણાઈ ન જાય તે માટે તેમને “શ્રી ઉત્તરાધ્યયન' આદિ જૈનસૂત્રોનું પુનરાવલોકન કરવા સૂચવ્યું. શ્રીમદે શ્રી લલ્લુજી મુનિ ઉપર લખેલ એક પત્રમાં શ્રી દેવકરણજી મુનિને માર્ગમાં સ્થિર કરવા જે ઉપદેશ આપ્યો છે તે ખૂબ વિચારણીય છે –
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org