________________
ગાથા
ભૂમિકા
પ્રથમ ગાથામાં શ્રીમદ્દે કહ્યું કે સ્વરૂપની સમજણ વિના જીવ અનંત દુ:ખ પામ્યો છે. પોતાના શુદ્ધ સ્વરૂપને સમજી, તેની પ્રતીતિ કરી, તેમાં સ્થિર થવાથી આ અનંત દુઃખ ટળે છે. સ્વરૂપને ઓળખી તેમાં શમાઈ જવારૂપ મોક્ષમાર્ગ દર્શાવી, અનંત દુઃખ ટાળનાર એવા શ્રી સદ્ગુરુ ભગવાનનો ઉપકાર અમાપ છે. સ્વરૂપની સમજણથી મોક્ષમાર્ગની શરૂઆત થતી હોવાથી અને શ્રી સદ્ગુરુ ભગવંત તે સમજણ આપનાર હોવાથી, સમસ્ત મોક્ષમાર્ગ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા શ્રી સદ્ગુરુદેવને આધીન છે એમ આ આદ્ય ગાથામાં ધ્વનિત થાય છે.
ગાથા
આર્ય ગ્રંથકારોની સનાતન શૈલી મુજબ પ્રથમ ગાથામાં પરમોપકારી સદ્ગુરુ ભગવંતને નમસ્કાર કરીને શ્રીમદ્ હવે બીજી ગાથામાં ગ્રંથનો અભિધેય વિષય, ગ્રંથપ્રયોજન અને સંબંધ એમ અનુબંધ ચતુષ્ટયની બાકીની ત્રણ વિગતો ગૂંથતાં કહે છે વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય.' (૨)
અર્થ
છીએ. (૨)
-
Jain Education International
૨
આ વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ
For Private & Personal Use Only
ભાવાર્થ
કાળદોષના પ્રભાવથી આ ભરત ક્ષેત્રે વર્તમાનમાં યથાર્થ મોક્ષમાર્ગ બહુધા ભુલાઈ ગયો છે. તે મોક્ષમાર્ગ જેમ છે તેમ પુનઃ સ્થાપન કરી, સત્ય માર્ગ દર્શાવવાથી આત્માર્થીને લાભનું નિમિત્ત થાય એવા પરમાર્થપ્રયોજનથી આ ગ્રંથમાં શ્રીમદે મોક્ષમાર્ગને પ્રગટપણે કહ્યો છે. જો કે અનેક પ્રાચીન ગ્રંથોમાં મોક્ષમાર્ગનું નિરૂપણ થયું છે. તથાપિ તે ગ્રંથો તે તે સમયની સ્થિતિને અનુલક્ષીને રચવામાં આવ્યા હોવાથી, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રંથ રચવામાં આવે તો તત્કાલીન સમાજને તે વિશેષ ઉપકારક નીવડે એવા આશયથી શ્રીમદે આત્માર્થી જીવોને વિચારવા અર્થે સરળ ગુર્જર ભાષામાં અધ્યાત્મશૈલીથી આ ગ્રંથની રચના કરી છે. ગાથાના પૂર્વાર્ધમાં ‘બહુ લોપ' દ્વારા શ્રીમદે એમ સૂચિત કર્યું છે કે આ દુષમ કાળમાં શુદ્ધ મોક્ષમાર્ગનો ઘણો લોપ થઈ ગયો છે, પરંતુ તે સર્વથા નાશ પામ્યો નથી; તેથી આ કાળમાં પણ તેની પ્રાપ્તિ શક્ય છે. જો કે તે દુર્લભ છે, તોપણ અલભ્ય નથી; અર્થાત્ મોક્ષમાર્ગ કંઈ ૧- પાઠાંતર : ‘ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અોપ્ય.'
www.jainelibrary.org