________________
ગાથા - ૨૫
ભૂમિકા
ગાથા ૨૪માં ગુરુતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતારૂપ મતાર્થના બે પ્રકાર
દર્શાવતાં કહ્યું કે મતાર્થી જીવ જ્ઞાનરહિત એવા બાહ્યત્યાગીને ગુરુ માને છે અથવા પોતાના કુળગુરુને દૃષ્ટિરાગથી ગુરુ માને છે. આમ, મતાર્થી જીવ આત્મજ્ઞાન આદિ ગુરુપદને યોગ્ય ગુણસંપત્તિ વિનાના બાહ્યત્યાગી કે કુળગુરુને સદ્ગુરુપદે સ્થાપિત કરે છે તે જ તેનું પ્રગટ મતાર્થપણું બતાવે છે.
મતાથ જીવ જેમ સદ્ગુરુને ઓળખવામાં ભૂલ કરે છે, તેમ સતુદેવને ઓળખવામાં પણ કઈ રીતે ભૂલ કરે છે તે હવે પ્રસ્તુત ગાથામાં દર્શાવે છે. અહીં વિશેષતા એ છે કે અસતુદેવ સંબંધી વાત નહીં કરતાં સતુદેવ સંબંધી જે મિથ્યા માન્યતા પ્રવર્તે છે તેનું સૂચન કર્યું છે. સાચા દેવની પ્રાપ્તિ થયા છતાં તેનું યથાર્થ સ્વરૂપ નહીં સમજવાના કારણે તેમના વિષે પ્રવર્તી રહેલ મિથ્યા માન્યતારૂપ મતાર્થનું દર્શન કરાવતાં શ્રીમદ્ કહે છે -
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; | ગાથા |
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ.” (૨૫) - જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર અર્થ|
- પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. (૨૫). ૧- આ ગાથામાં જૈનમતાનુયાયી મિથ્યાષ્ટિઓનાં સ્વરૂપનું વર્ણન કર્યું છે. જેઓ જૈન કુળમાં જન્મા છે, પણ જિનેશ્વરદેવના યથાર્થ સ્વરૂપની ખબર નથી એવા જૈનોની ગણના પણ મિથ્યાદષ્ટિમાં થાય છે. કારણ કે જિનેશ્વરદેવનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતી નથી અને તેથી જીવનું મિથ્યાત્વ ટળતું નથી. કોઈ કહે કે “અમે તો જૈન છીએ અને જિનેશ્વરદેવને પૂજીએ છીએ, માટે અમારું ગૃહીત મિથ્યાત્વ તો છૂટી ગયું છે', તો તેવા જીવોને ગૃહીત મિથ્યાત્વ શું છે તેની ખબર જ નથી. અન્ય દેવોને દેવરૂપે માનવા એટલું જ ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ નથી, પણ સાચા દેવનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના તેમને ઓઘદૃષ્ટિએ માનવા તે પણ ગૃહીત મિથ્યાત્વ છે. દેવ સંબંધી ભ્રાંત માન્યતાના આગ્રહી થવું તે મતાર્થીપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org