SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે જીવ સદ્ગુરુ વિષે પરમ પ્રેમાર્પણ કરી તેમની આજ્ઞાનું આરાધન કરે છે, તે સદ્દગુરુ અનુગ્રહ વડે પોતાની બિડાયેલી શક્તિ પ્રગટ કરે છે અને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘સ્વચ્છેદ મત આગ્રહ તજી, નમ ભાવ ધરી ચિત્ત; સત્ય તણા શોધક જુએ, કરવા સત્ય સ્વહિત. પુણ્ય સદ્ગુરુ ઓળખી, વર્તે સદ્દગુરુલક્ષ; ચૂકે નહીં નિજ ભાન ને, કરે ન કુમતિ પક્ષ. સદ્દગુરુને આધીન થઈ, રહે અવંચક યોગ; સમકિત તેને ભાખિયું, જેમ ટળે ભવ રોગ. સદ્ગુરુને બહુમાનથી, સેવે સજ્જન દક્ષ; સમ્યક શ્રદ્ધા તે કહી, કારણ ગણી પ્રત્યક્ષ.'' * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૬૫-૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy