SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬ ૧૮૧ છે, ધર્મદેશના સાંભળે છે, સંસારની અસારતાનો બોધ પામે છે, ત્યાગ-વૈરાગ્યાદિ સાધનો સેવે છે તે જીવ આત્મજ્ઞાન પામે છે. તેની ત્યાગ-વૈરાગ્યાદિ ક્રિયાઓ મિથ્યાત્વ સહિત હોવા છતાં તે ક્રિયાઓ આત્મલક્ષપૂર્વક થતી હોવાથી અને તે દ્વારા ભવિષ્યમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી તે ધર્મક્રિયા જ છે. નિશ્ચયનયથી તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછીનાં વૈરાગ્યાદિ જ ધર્મક્રિયા તરીકે માન્ય થયેલ છે, પણ વ્યવહારનયથી પણ જો તેને ધર્મક્રિયા માનવામાં ન આવે તો શું તેને પાપક્રિયા માનવી? જો સમ્યગ્દર્શન એ ગુણ છે તો તેને પ્રાપ્ત કરી આપનારાં વૈરાગ્યાદિને ધર્મક્રિયા કહેવી જોઈએ. તે ક્રિયાઓમાં મિથ્યાત્વભાવ પડેલો છે, પણ તેમાં રહેલું મિથ્યાત્વ તો સાવ માયકાંગલું છે. મરવા પડેલું એ મિથ્યાત્વ અવગણના કરવા યોગ્ય છે એમ વ્યવહારનય કહે છે. નિશ્ચયનું મંતવ્ય સાક્ષાત્ (immediate) મોક્ષફળની પ્રાપકતાને અનુલક્ષીને છે, જ્યારે વ્યવહારનયનું મંતવ્ય પરંપરયા (successive) મોક્ષફળની પ્રાપકતાને અનુલક્ષીને છે. મંદમિથ્યાત્વીનાં વૈરાગ્યાદિથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન સહિતનાં વૈરાગ્યાદિથી મોક્ષ પ્રાપ્ત થાય એવો જિનમત છે. નિશ્ચયદષ્ટિએ જેનું ફળ સાક્ષાત્ મોક્ષ હોય તેને જ સત્ક્રિયા કહી શકાય. સ્વરૂપલક્ષ સહિતની શુભ ક્રિયાથી તત્ક્ષણ તો પુણ્યબંધ જ થાય છે, તેથી પારમાર્થિક રીતે એને મોક્ષપ્રાપક ન ગણી શકાય; પણ તે ક્રિયા પરંપરાએ મોક્ષફળની પ્રાપક છે, તેથી વ્યવહારદષ્ટિથી તેને મોક્ષનું કારણ ગણવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં એમ કહ્યું છે કે આત્મજ્ઞાન વિનાનાં વૈરાગ્યાદિ મોક્ષનું કારણ નથી, ત્યાં એમ કહેવું છે કે સ્વરૂપલક્ષ ન હોવાથી વૈરાગ્યાદિ નિષ્ફળ છે. જ્યાં સુધી સંસારમાં રસ હોય ત્યાં સુધી સ્વરૂપલક્ષ ન થાય. સ્વર્ગપ્રલોભન, નરકભય, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા, મજબૂરી, બળજબરી, દેખાદેખી, મોટાઈ જેવાં અનેક પ્રકારનાં સાંસારિક પ્રયોજનોથી થતાં વૈરાગ્યાદિ મોક્ષફળ આપી શકતાં નથી. પરંતુ જેનું મિથ્યાત્વ મંદ પડ્યું છે અને જે સ્વરૂપલક્ષપૂર્વક ક્રિયાઓ કરે છે તેને તે ક્રિયાઓ પરંપરાએ મોક્ષ તરફ લઈ જાય છે. મોક્ષનું કારણ નિશ્ચય સમ્યગ્દર્શન છે અને નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ વ્યવહાર સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ ગુણસ્થાનકે રહેલા મંદમિથ્યાત્વી જીવને તત્ત્વમંથન કરવાથી થાય છે. તત્ત્વમંથન મનની શાંત અવસ્થામાં થાય છે. મનની શાંત અવસ્થા કષાયની ઉપશાંતતા અને વિષયોની મંદતાથી થાય છે અને તે વૈરાગ્યાદિ શુભ ક્રિયાઓમાં જોડાવાથી થાય છે. આમ, તે શુભ ક્રિયા આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક નીવડે છે અને તેથી તેનો નિષેધ કરવો યોગ્ય નથી. શ્રીમદ્ ફરમાવે છે કે – ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy