________________
મંથનાં વિવેચન અને ભાષાંતર
૩૯ ગ્રંથના વિષયનું યથાર્થ દર્શન કરાવી શકે છે; તેથી તાત્વિક ગ્રંથના વિવેચનના કાર્યમાં તો તેના કરતાં પણ ઉચ્ચતર વિવેક, અભ્યાસ, પ્રજ્ઞા આદિ ગુણો અપેક્ષિત હોય એ સમજી શકાય તેવી હકીકત છે; અને એવા વિવેચક દ્વારા થયેલું વિવેચન જ વાચકો તેમજ વિચારકોને પ્રેરક નીવડી શકે છે.
મુમુક્ષુઓના સદ્ભાગ્યે શ્રીમદે કેટલાક પત્રોમાં અમુક ગાથાઓનું વિવેચન કર્યું છે, જે સ્વયં તે ગાથાઓનાં રહસ્યને સમજવા માટે પ્રબળ અવલંબનભૂત અને મહાલાભનું કારણ બન્યા છે. આ પત્રો શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રચ્યું તેના બીજા જ દિવસે, એટલે કે વિ.સં. ૧૯પરની આસો વદ ૨ ને દિવસે લખેલ છે. તેમણે ગાથા ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૬૨, ૬૩, ૬૪, ૬૬, ૬૭, ૭૪, ૭૭, ૭૮, ૮૦, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬ એમ કુલ ૨૦ ગાથાઓના અર્થ કર્યા છે. તેમાંના કેટલાક અર્થ વિસ્તારથી છે તો કેટલાક અર્થ સંક્ષેપમાં છે. આ ઉપરાંત તેમણે વિ.સં. ૧૯૫૪માં ૧૦મી ગાથા ઉપર વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. શ્રીમદે કરેલાં વિવેચનોમાં તેમનો દિવ્ય જ્ઞાનપ્રકાશ ઝળહળતો જોઈ શકાય છે અને એમાં કોઈ સંદેહ નથી કે શ્રીમદે દરેક ગાથાનો અર્થપ્રકાશ કર્યો હોત તો જગતને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પરમાર્થ દર્શાવનાર અલૌકિક બોધનો ધન્ય લાભ મળ્યો હોત.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની સર્વ ગાથાઓને આવરી લેતું વિવેચનકાર્ય સૌ પ્રથમ શ્રી અંબાલાલભાઈએ કર્યું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ નજરોનજર નિહાળનાર અને પ્રથમ ચાર નકલમાંથી એક નકલ મેળવવા ભાગ્યશાળી બનનાર શ્રીમન્ના નિકટ સમાગમી મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ શ્રીમની હયાતીમાં જ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાના સંક્ષિપ્ત અર્થ કર્યા હતા. શ્રીમન્ના શ્રી અંબાલાલભાઈ સાથેના પત્રવ્યવહારમાં આ વિષેનો ઉલ્લેખ જોવા મળે છે. આ અર્થ ઉપર શ્રીમદ્ દષ્ટિપાત કરી ગયા હતા, પરંતુ તેના વિષેનો શ્રીમન્નો અભિપ્રાય જાણવા મળતો નથી. અલબત્ત, શ્રીમદે તે અનુવાદ તપાસ્યો હોવાથી તેમાં કોઈ દોષ રહેવા ન જ પામ્યો હોય એ નિશ્ચિત છે. તેથી જ શ્રી અંબાલાલભાઈએ કરેલા આ સંક્ષિપ્ત અર્થ શ્રીમદ્ભા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથે લગભગ બધે સ્થાન પામે છે. આ અર્થ જાણે શ્રીમદે કરેલા અર્થ હોય તેટલું સન્માન પામે છે અને મોટાભાગના વિવેચકોએ પણ આ અર્થને અનુસરીને જ વિવેચન કર્યા છે. આ રીતે શ્રીમન્ના આ મહાગ્રંથને પ્રથમ વાર અર્થથી વિભૂષિત કરવાનો મહાયશ શ્રી અંબાલાલભાઈને ફાળે જાય છે. વળી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની એક નકલ મેળવવા સભાગી થયેલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીએ પણ શ્રીમન્ની હયાતી દરમ્યાન જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અર્થ કર્યા હતા. આ અર્થ લખીને તેઓ ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૨ (પત્રાંક-૭૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org