________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
અત્રે ‘સમજવું' અને ‘આચરવું' એ બે
સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય. (૮)૧
૨૦૮
ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની એમ બન્ને પક્ષના જીવોને યથાર્થ માર્ગ દર્શાવતાં ભાવાર્થ શ્રીમદ્ અહીં કહે છે કે જે જીવને આત્મકલ્યાણ સાધવાની વૃત્તિ છે તે જીવ જે સ્થાને જે યોગ્ય હોય છે, તે સ્થાને તે સમજે છે અને તે પ્રમાણે આચરણ કરે છે, અર્થાત્ જ્યાં સ્વરૂપસમજણ જરૂરી હોય ત્યાં તથાપ્રકારે પુરુષાર્થ કરે છે અને જ્યાં યમ-નિયમાદિની આવશ્યકતા હોય ત્યાં તેનું સેવન કરે છે. આ પ્રકારે શું આદરવા કે સેવવા યોગ્ય છે તે સમજી, તથાપ્રકારનું આચરણ કરવાની જરૂર છે, અર્થાત્ ક્રિયાજડ હોય તેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ રાખી, બાહ્ય ક્રિયાનાં આગ્રહ કે અભિમાનથી રહિત થઈ યથાર્થ પુરુષાર્થ કરવો ઘટે છે અને શુષ્કજ્ઞાની હોય તેણે મોહાધીન વર્તન છોડી, ત્યાગ-વૈરાગ્યાદિ સાધન સેવી આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. આત્માનો અનુભવ કરવાની પ્રબળ ઇચ્છાવાળો આત્માર્થી જીવ જ્યાં જેમ યોગ્ય હોય ત્યાં સમજણપૂર્વક તેમ વર્તે છે.
આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીમદે મોક્ષાભિલાષી જીવ પરમાર્થમાર્ગ સુગમતાથી સમજી શકે તે અર્થે આચાર્યશ્રી ઉમાસ્વાતિજીના ‘સમ્પર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ।' સૂત્રને સરળ ભાષામાં ગૂંચ્યું હોય એમ જણાય છે. યોગ્ય શ્રદ્ધવું તે સમ્યગ્દર્શન, યોગ્ય જાણવું તે સમ્યજ્ઞાન અને તદનુસાર યોગ્ય આચરણ કરવું તે સમ્યક્ચારિત્ર. આત્માર્થીનું પ્રવર્તન આ ત્રણેની એકતારૂપ હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનને ‘સમજવું' શબ્દ દ્વારા અને સમ્યક્ચારિત્રને ‘આચરે' શબ્દ દ્વારા સૂચિત કરી, શ્રીમદે આત્માર્થીનું પ્રવર્તન મોક્ષમાર્ગમાં હોય છે એમ વિશિષ્ટ શૈલીથી દર્શાવ્યું છે.
વિશેષાર્થ
જીવને ભૂલ થવાનાં પડવાનાં સ્થાનકો બતાવી ચેતવણી આપતી આ અર્થગંભીર ગાથાઓમાં શ્રીમદે કંઈ પણ ગોપવ્યા વિના મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ બતાવ્યો છે. કેવળ નિર્મળ ન્યાયને અનુસરતાં એવાં અદ્ભુત અને કારુણ્યપ્રેરિત વચનો દ્વારા, એકાંત ન પકડાઈ જાય એ રીતે સ્પષ્ટ અને સચોટપણે તેમણે મોક્ષમાર્ગ સમજાવ્યો છે. અનેકાંતવાદ એ જૈન દર્શનનું હાર્દ છે. તેને એકાંત વડે દૂષિત કરવાથી એકાંત મિથ્યાત્વનું સેવન થાય છે.
-
મિથ્યાત્વને વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. એમાંનાં મુખ્ય પાંચ પ્રકારનાં મિથ્યાત્વ આ પ્રમાણે છે
૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org