________________
ગાથા-૨૫
४८८
સ્તુતિ થઈ કહેવાય છે અને તે જ મુખ્ય છે.'
આવા જિનના મુખ્ય સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ કરી અને ગૌણ એવા દેહાશ્રિત સ્વરૂપને અથવા પૌગલિક સમવસરણ આદિ બાહ્ય વિભૂતિને જિનનું સ્વરૂપ સમજી, મતાર્થી જીવ પોતાની બુદ્ધિને ત્યાં રોકી રાખી, તેમના તત્ત્વસ્વરૂપના વિચાર પ્રત્યે બુદ્ધિને આગળ
દેતો નથી અને આ રીતે તે વ્યવહારનયના એકાંત આરહ૩પ મતાર્થને સેવે છે. જિનેશ્વરનાં મુખ્ય-ગૌણ સ્વરૂપનો ભેદ પાડ્યા વિના જે તેમને ઉપાસે છે, તેમના વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મુખ્ય તથા ઉપચારના ધર્મોનો વિવેક કર્યા વિના કરેલી સ્તુતિ ખરાબ કવિની કવિતાની જેમ ચિત્તને પ્રસન્ન કરતી નથી. જેમ પ્રમાદથી એટલે કે અસાવધાનીથી હાથમાં ધારણ કરેલી તલવારની અત્યંત તીક્ષ્ણ ધાર વિનાશ કરે છે, તેમ મુખ્ય તથા ઔપચારિક ધર્મનો ભેદ કર્યા વિના અભિનિવેશ વડે કેવળ પોતાના મતનું રક્ષણ કરવાના અભિમાનથી કદાહ સહિત જો ઉપચાર સ્તુતિમાં મુખ્યતાની દૃષ્ટિ રાખવામાં આવે તો તે ઊલટી અનર્થ કરે છે, એટલે કે આત્મામાં અશુદ્ધિ ઉત્પન્ન કરીને આત્મહિતનો નાશ કરે છે.'
મતાર્થી જીવ જિનસ્વરૂપનું ચિંતન ચૂકીને જિનદેહ તથા સમવસરણાદિ પૌગલિક પદાર્થોનું ચિંતન કરીને ઉપચાર સ્તુતિની મુખ્યતા કરે છે અને તેથી તે નિરાકુળ શાંતિના માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. દેવતત્ત્વ સંબંધી તેની ભૂલ દૂર ન થાય ત્યાં સુધી તેને તાત્ત્વિક સુખની પ્રાપ્તિ થતી નથી, માટે જિનસ્તુતિ જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની ઓળખાણપૂર્વક થવી ઘટે. જિનેશ્વરની અંતરંગ દશાની યથાર્થ ઓળખાણના અવલંબન દ્વારા નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર આત્માર્થી જીવ પોતાનું આત્મભાન ભૂલતો નથી અને પોતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરીને જ રહે છે. આમ, જિનેશ્વરની યથાર્થ ઓળખાણથી આત્મપ્રાપ્તિ સુગમતાથી થઈ શકે છે, છતાં મતાર્થી જીવનું તે તરફ લક્ષ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૨૬
'पुरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः ।
तत्त्वतः शौर्यगांभीर्यधैर्यादिगुणवर्णनात् ।।' । સરખાવો : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૨૫
'प्राकारकवलिताबरमुपवनराजीनिगीर्णभूमितलम् ।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम् ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૨૭, ૧૨૮
'मुख्योपचारधर्माणामविभागेन या स्तुतिः । न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ।। अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी । सुतीक्ष्णा खङ्गधारेव प्रमादेन करे धृता ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org