________________
ગાથા-૩૭
૬૬૧ શકે છે. તેઓ જ્ઞાનીની અંતરંગ ભાવસ્થિતિ કેવી છે તે જાણી શકતા નથી. જ્ઞાનીના ત્રણે યોગની પ્રવૃત્તિના ગર્ભમાં સ્થિત આશ્ચર્યકારક રહસ્યો જાણવા-ઓળખવા માટે મુમુક્ષુતા પ્રાપ્ત કરવી અત્યંત આવશ્યક છે.
| સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ, એક મોક્ષને વિષે જ પ્રયત્નશીલ મુમુક્ષુ જીવ સૌ પ્રથમ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ સત્પરુષને શોધે છે. પરિભ્રમણથી અને પરિભ્રમણમાં કારણભૂત એવા મિથ્યાત્વ તથા રાગાદિથી ત્રાસ પામેલા મુમુક્ષુ જીવને તે સર્વથી મુક્ત થવું હોય છે. તે અર્થે સદ્ગુરુનાં માર્ગદર્શન તથા પ્રેરણાની આવશ્યકતા સમજાતાં તે સગુરુની શોધ આદરે છે. મારા ગુરુમાં કયાં લક્ષણ હું શોધી રહ્યો છું, શા માટે એ લક્ષણો મને અભિપ્રેત છે અને એવા ઉમદા લક્ષણોથી યુક્ત સદ્ગુરુનો સુયોગ સાંપડતાં મારું વર્તન કેવું હોવું ઘટે' - આ સઘળાંનો યથાર્થ નિર્ણય તેની પુખ્ત વિચારણામાં ઘડાય છે. કોઈ મહદ્દભાગ્યે જ્યારે તેને પ્રત્યક્ષ સત્પરુષનો જોગ થાય છે ત્યારે સદ્ગુરુપ્રાપ્તિની તીવ્ર ઝંખનાના કારણે તેનાં નેત્રો તેઓશ્રીને ઓળખી લે છે. તેની દૃષ્ટિ તેમનાં આત્મજ્ઞાનાદિ લક્ષણો ઉપર પડે છે. તે તેમની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સૂમ નજરે જોઈ, કુશાગ્રબુદ્ધિ વડે તેની અંદર છુપાયેલા રહસ્યને પકડી પાડી તેની વિચારણા કરે છે. તેમની ચર્યાનું અવલોકન કરતાં તેને વિશ્વાસ બેસે છે કે તેઓ અંતરથી નિર્લેપ જ છે, સમત્વ ભાવમાં સ્થિત છે, સર્વ પ્રસંગોમાં તેમનો ઉપયોગ તો આત્મામાં જ રહે છે અને યોગની પ્રવૃત્તિ પૂર્વકર્માનુસાર થાય છે. આમ, સગુરુના યોગ-ઉપયોગની ભિન્નતાનું યથાર્થ ભાન થતાં તેને તેમની આત્મદશાનો સમ્યક્ અભિપ્રાય અને નિર્ણય બંધાય છે. તેના હૃદયમાં સદ્ગુરુ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ સહજપણે સ્કુરાયમાન થાય છે.
આમ, મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. સદ્દગુરુને ઓળખવાની તીવ્ર અભિલાષા હોવાના કારણે તેને સદ્ગુરુની યથાર્થ ઓળખાણ થાય છે. જ્યાં સુધી ઓળખવાની તીવ્ર અભિલાષા ન હોય ત્યાં સુધી જીવ સત્સંગમાં પણ ઓઘે ઓથે જાય છે. ઓળખવાની તીવ્ર અભિલાષા ન હોય તો જ્ઞાનમાં યથાર્થ ઓળખાણનો અવકાશ પ્રાપ્ત થતો નથી. પરંતુ મુમુક્ષુ જીવને ઓળખાણની તીવ્ર અભિલાષા હોવાથી તે સદ્ગુરુના અંતરંગ સ્વરૂપને ઓળખી લે છે. તેમની ઓળખાણ થતાં તેનાં પરિણામમાં બહુ મોટો ફેરફાર થાય છે. તેના અનંતાનુબંધી કષાય મોળા પડે છે, મતાગ્રહદુરાગ્રહાદિ મોળા પડે છે, સ્વદોષ જોવા તરફ ચિત્ત વળે છે, વિકથાદિમાં નીરસપણું લાગે છે, બળવાન પરિણામથી પંચ વિષયાદિના વિષે અનિત્યાદિ ભાવ દૃઢ થાય છે, ત્યાગ-વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે ઇત્યાદિ પરિવર્તનોથી તેનો એક નવા તબક્કામાં પ્રવેશ થાય છે. પુરુષ સાથેના આવા ઓળખાણપૂર્વકના સમાગમને શાસ્ત્રીય પરિભાષામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org