SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘યોગાવંચકપણું' કહે છે, જે મુક્તિપથનું પ્રવેશદ્વાર છે. તથારૂપ પુરુષનો યોગ અને તેમની ઓળખાણ થયા પછી આત્માર્થી જીવ જેમ જેમ તે પુરુષના પવિત્ર સમાગમમાં આવે છે, આનંદપ્રદ પરિચયનો લાભ લે છે, તેમ તેમ તેનો ભક્તિભાવ વિકસે છે અને શ્રદ્ધા દઢ થાય છે. શુભ ઋણાનુબંધના કારણે તેમના પ્રત્યે પ્રેમ ઊભરાય છે અને વારંવાર તેમની મુખમુદ્રાનાં દર્શનથી તથા સુખરૂપ મિલનથી તેનો પ્રેમ સ્થિર થતો જાય છે. મુમુક્ષુ તેમનાં વચનોમાંથી નીતરતી પ્રેમ અને કરુણાની અમીરસધારા અનુભવે છે. તેઓ વચનો પ્રકાશતા હોય તે વખતે તેને તેમની મુખમુદ્રા ઉપર પરમ ઉદાસીનતા અને ગંભીરતા દૃષ્ટિગોચર થાય છે અને તેથી તેનામાં પ્રેમ અને શ્રદ્ધા વિશેષ ખીલતાં જાય છે. પુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ પ્રગટતાં આત્માર્થી જીવ પોતાનાં તન, મન, ધનાદિ સર્વ તેમના ચરણે સમપ, પોતાની શક્તિ ગોપવ્યા વિના, સમજણપૂર્વક તેમની આજ્ઞાનું આરાધન કરવાનો દઢ નિશ્ચય કરે છે. શ્રીમદે પ્રકાશ્ય છે કે - ‘કોઈ પણ પ્રકારે સદ્દગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” આત્માનો અપૂર્વ ધર્મ પ્રગટાવવા માટે ગુરુની આજ્ઞાની આરાધનાનો અપૂર્વ પુરુષાર્થ કરવો ઘટે છે. સદ્ગુરુએ આપેલ આજ્ઞારૂપ અફર શસ્ત્રથી જીવ બળવાન કુવૃત્તિઓ સામે યુદ્ધે ચડે છે. સદ્ગુરુની આજ્ઞામાં દઢ પ્રીતિ અને પ્રતીતિ કરવાથી તેને સરળતાથી આત્માની સાચી પ્રીતિ અને પ્રતીતિ પ્રગટે છે. જેમ જેમ આજ્ઞાનું યથાર્થ પાલન થાય છે, તેમ તેમ આત્મા વિશેષ વિશેષ રુચતો જાય છે. તેની વૃત્તિ સ્વની આસપાસ જ રોકાયેલી રહેતી હોવાથી વૃત્તિને પરમાં જવાનો અવકાશ જ નથી મળતો. સદ્ગુરુની આજ્ઞાના અવલંબને પર ઉપરથી દૃષ્ટિ હટી આત્મામાં સમ્યક પ્રકારે પરિણમી જાય છે. આજ્ઞાપાલનનું આવું મહતુ ફળ મળતું હોવાથી આત્માર્થી દઢ નિર્ણય કરે છે ૧- મોક્ષમાર્ગમાં નિશ્ચિત પ્રગતિ અર્થે, આત્માર્થીને સદ્ગુરુનો યોગ થવો એ પહેલી શરત છે. આત્મનિષ્ઠ સદ્ગુરુની ઓળખાણ થતાં યોગ, ક્રિયા અને ફળ એ ત્રિવિધ અવંચકયોગ ઉત્પન્ન થાય છે. સત્પરુષનો યોગ હોય અને તેમની સાચી ઓળખ હોય, એટલે ગુરુના આદર, સત્કાર, સેવારૂપ ક્રિયા તો થવાની જ અને એના પરિપાકરૂપે કાળક્રમે સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ ફળ પણ આવવાનું જ. બરાબર નિશાન લઈને છોડેલું તીર લક્ષ્યની દિશામાં જ આગળ વધતું રહી લક્ષ્યને અવશ્ય વધે છે, તેમ આત્મજ્ઞ સદ્ગુરુ સાથેના સંપર્કથી, સહવાસથી નિષ્ઠાવાન મુમુક્ષુની ધર્મસાધના સદા લક્ષ્યની દિશામાં જ પ્રવાહિત રહી તેને લક્ષ્યની પ્રાપ્તિ સુધી અવશ્ય દોરી જાય છે. (જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૩૩,૩૪) ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૪૬ (પત્રાંક-૧૬૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy