________________
૨૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
જાણી, તેમની વચનપ્રતીતિ વડે સંસાર પાર પામવા માટે સજ્જ થવું જોઈએ. પરંતુ જેને તેમના પ્રત્યે, તેમના અનન્ય ઉપકાર પ્રત્યે લક્ષ નથી, તેને આત્મવિચાર ઉત્પન્ન થવો સંભવતો નથી. શ્રીમદ્ લખે છે –
‘સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને પુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.’
જેને પ્રત્યક્ષ સદ્ગુરુ ઉપર વિશ્વાસ અને બહુમાન આવ્યાં છે તેને જ આત્મવિચાર પ્રગટે છે અને તેના ફળસ્વરૂપે તેને આત્મજ્ઞાન થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ જ આત્મભાંતિના છેદક છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત હોય છતાં તેમને છોડીને પૂર્વે થઈ ગયેલા જિનેશ્વર ભગવાનની વાતો ઉપર જ લક્ષ રાખે, તેમનું જ બહુમાન કરે અને તેમના સ્વરૂપને ઓળખ્યા વિના કથનમાત્ર તેમનો ઉપકાર ગાયા કરે; તે જીવને આત્મવિચાર ઉત્પન્ન થતો નથી. પ્રત્યક્ષ સગુરુ દ્વારા સન્માર્ગની પ્રાપ્તિ થાય છે એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવ્યા વિના માર્ગમાં પ્રવેશ પણ થઈ શકતો નથી. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
“ભૂતકાળમાં થઈ ગયેલા જિન તીર્થકરોનો ઉપકાર ગાયા કરે અને વર્તમાનમાં સમ્યક્ત્વના કારણભૂત સદ્ગુરુના તરફ દુર્લક્ષ રાખે તેવા જીવોને શાસ્ત્રઅભિનિવેશાદિ કારણે આત્મવિચાર કે કલ્યાણનું કારણ પ્રાપ્ત થવું અશક્ય છે.”
શાસ્ત્રના ભંગભેદની વિકલ્પજાળમાં ફસાઈ રહેવાનું નામ આત્મવિચાર નથી. સ્વલક્ષ વિનાની શાસ્ત્રની ચર્ચા-વિચારણાનું નામ આત્મવિચાર નથી. જ્યારે શુદ્ધાત્મસ્વરૂપની જાગૃતિ આવે છે ત્યારે જ આત્મવિચાર ઊગ્યો કહેવાય છે. અહીં “ઊગે' શબ્દમાં ઉત્પન્ન થઈ ટકી રહે એવો આશય સમાયેલો છે. ક્ષણિક તરંગરૂપ આત્મવિચાર જાગીને અસ્ત થઈ જાય તેનું કોઈ મૂલ્ય નથી. તળાવના પાણીમાં તરંગો ઊઠે છે અને શમી જાય છે, તે તરંગોની કોઈ ગણતરી કે ઉપયોગિતા નથી. તેમ ક્યારેક આત્મા વિષે વિચાર જાગી જાય અને સંસારની જાળમાં અટવાતાં શમી જાય તો તે ફળદાયી બની શકતો નથી, પરંતુ જાગેલો વિચાર અંતરના ઊંડાણ સુધી પહોંચી તેમાં જ રમ્યા કરે તો તે અંતર્ભેદ કરવા સમર્થ બને છે.
આવા આત્મવિચારનું ઉદ્ભવવું ત્યારે જ સંભવિત છે કે જ્યારે શુદ્ધ જ્ઞાયક૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૯ (પત્રાંક-પર-૨) ૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org