________________
ગાથા-૧૧
૨૭૭ ધનનું વિસ્મરણ થતું નથી અથવા કામીને યુવતીનું વિસ્મરણ થતું નથી, તેમ ભક્તને ભગવાનનું વિસ્મરણ થતું નથી. સગુરુનો ક્ષણવારનો વિરહ પણ કાંટાની માફક સાલે છે. ભેદભક્તિના યથાર્થ આરાધનથી ક્રમશ: અભેદભક્તિની યોગ્યતા પ્રગટે છે. ભક્ત પોતાની ચિત્તવૃત્તિને સદ્ગુરુ ભગવાનમાં એવી લીન કરી દે છે કે ભક્ત-ભક્તિભગવાનની ત્રિપુટીનો વિલય થઈ એકમાત્ર સહજાનંદદશા જ રહે છે. ભક્તિની આ ચરમ સીમાને પરાભક્તિ કહે છે. આ રીતે આત્માર્થી જીવને સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દ્વારા સ્વરૂપ પ્રાપ્તિ થાય છે.
આમ, પરમાર્થપ્રાપ્તિનું સૌથી ઉત્કૃષ્ટ અને સૌથી વધારે અગત્યનું સાધન સદ્ગુરુ છે. તેમની ઉપાસના કરવાથી સત્પાત્રતાનો આવિર્ભાવ થાય છે તથા સ્વરૂપાનુસંધાનના અભ્યાસમાં જીવ આગળ વધે છે. સત્સંગથી તેના સ્વચ્છંદ, પ્રમાદાદિ દોષો ક્ષીણ થતા જાય છે અને વૈરાગ્ય, ભક્તિ વગેરે વર્ધમાન થતાં જાય છે. જેમ જેમ તેનામાં પ્રેમનો સંચાર થતો જાય છે, તેમ તેમ તેનો સાંસારિક પદાર્થો પ્રત્યેનો સ્નેહ ઘટતો જાય છે અને તેથી સુવિચારના અભ્યાસની સુલભતા સાંપડે છે. તેની રુચિ અને ઉપાદેયબુદ્ધિ સદ્ગુરુમાં થવા લાગે છે. આ પ્રક્રિયા જ્યારે સમ્યક્ અભ્યાસ તથા અંતરંગ સાધના દ્વારા સુદઢ બને છે ત્યારે સાધકનું સ્વરૂપસ્મરણમાં સુસ્થિતપણું થતું જાય છે અને કોઈ ધન્ય પળે તેને આત્મસાક્ષાત્કાર - સ્વાનુભવ - અપરોક્ષાનુભૂતિ થાય છે અને તેના પારમાર્થિક દિવ્ય જીવનનો પ્રારંભ થાય છે. દર્શનમોહ વ્યતીત થતાં ઉગ્ન પુરુષાર્થ ઊપડે છે, ચારિત્રમોહને ક્ષીણ કરી કેવળ નિજસ્વભાવમાં અખંડપણે સ્થિત થતાં પૂર્ણ વીતરાગપદને પ્રાપ્ત કરે છે, આયુષ્ય કર્મ પૂર્ણ થતાં અયોગી અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધપદમાં સ્થિત થાય છે.
આ પ્રકારે પ્રત્યક્ષ સદ્દગુરુના આશ્રયથી સર્વ વૈભાવિક વૃત્તિઓનો જય થઈ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થાય છે. જે જીવ સદ્ગુરુ પાસે આત્મસ્વરૂપ જાણી આત્મભાવરૂપી નૌકામાં બેસે છે, તે નિર્ભય અને નિશ્ચિંત થઈ સંસારસાગરને તરી જાય છે. સદ્દગુરુ અને તેમના ઉપદેશ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિથી તે મુક્તિનો નાથ બને છે, માટે ભવરૂપી ગર્ભમાંથી નીકળવાનો ઉપાય બતાવનાર સદ્દગુરુનો ઉપકાર અનંત છે. સંસારરૂપ વનની અંદર જે મનુષ્ય સદ્ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગે ગમન શરૂ કરે છે તે, તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ આપનાર છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) છે. તેથી પ્રત્યક્ષ સગુરુ જેવા કોઈ ઉપકારી નથી એમ ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૨૩, શ્લોક ૧૦
'तन्मध्ये सुगुरुप्रकाशतपथे प्रारब्धयानो जनः यात्यानन्दकरं परं स्थिरतरं निर्वाणमेकं परम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org