________________
ગાથા-૧૧
૨૭૯ સ્વભાવી આત્માનું રહસ્યાત્મક વર્ણન જે પ્રકારે શાસ્ત્રોમાં થયું છે, તેનું મૂર્તિમાન સ્વરૂપ પ્રત્યક્ષ સદ્ગુરુમાં પ્રગટપણે જીવ જુએ છે. સદ્ગુરુની આત્મચેષ્ટાની યથાર્થ ઓળખાણ થતાં તેને તેમના પ્રત્યે પરમ પ્રેમ અને સમર્પણભાવ આવે છે. આવાં પરિણામ થતાં નિર્મળતાની વૃદ્ધિ થાય છે અને પાત્રતાનો વિકાસ થાય છે. નિર્મળ થયેલા અંતઃકરણમાં આત્મસ્વરૂપનો નિર્ણય-નિશ્ચય થાય છે, આત્મતત્ત્વનો યથાર્થ ભાવ ભાસતો જાય છે, સ્વરૂપાનુસંધાનના અભ્યાસમાં દક્ષતા આવતી જાય છે અને કોઈ ધન્ય પળે સહજાત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે. આમ, સગુરુનો આશ્રય અપૂર્વ બહુમાન સાથે કરતાં જીવમાં આત્મસાક્ષાત્કારનું બીજ એવો આત્મવિચાર ઊગે છે અને તે જીવને ત્વરાથી આત્મજોગ થાય છે.
પ્રત્યક્ષપણાના આવા અગણિત લાભના કારણે પ્રત્યક્ષ સગુરુના સમાગમમાં પરોક્ષ જિનેશ્વર કરતાં પણ મોટો ઉપકાર સમાય છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્નો આશય પ્રત્યક્ષ સગુરુનો વિશેષ ઉપકાર બતાવી જિનેશ્વર ભગવાનને ગૌણ કરવાનો નથી, પરંતુ પ્રત્યક્ષતાની આવશ્યકતા અને મહત્તા બતાવવાનો છે. યથાર્થ મોક્ષમાર્ગની સમજણ નથી એવા કેટલાક જીવો આ ગાથાનો ઊંધો અર્થ કરે છે અને કહે છે કે સર્વજ્ઞ ભગવાનનો ઉપકાર ઓળવીને શ્રીમને સદ્ગુરુ થઈ લોકો દ્વારા પૂજાવું છે, તેથી તેમણે આવું લખ્યું છે. આ તેમનો મિથ્યા આક્ષેપ છે, ઉન્મત્ત પ્રલા૫ છે. શ્રીમદે પોતાનાં પૂજા-સત્કાર અર્થે આવું નથી લખ્યું, પરંતુ દીર્ઘ અને તીવ્ર અન્વેષણ પછી માર્ગનો જે મર્મ પોતે પામ્યા હતા તે જ તેમણે જગત સમક્ષ ખુલ્લો કર્યો છે. વિદ્યમાન પ્રત્યક્ષ સદ્દગુરુનાં સમાગમ અને આશ્રયભક્તિ ઉપર અત્યંત ભાર મૂકી તેમણે વીતરાગમાર્ગનું પરમ રહસ્ય પ્રદર્શિત કર્યું છે. આ પરમ હિતકારી સિદ્ધાંત બાબત કોઈને કિંચિત્માત્ર આશંકા ન રહે તે હેતુએ અત્યંત કરુણા વડે આત્મખુમારીથી પોતાનો અનુભવ દૃષ્ટાંતરૂપે આપતાં શ્રીમદ્ લખે છે કે –
‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે.'
શ્રીમદ્ પૂર્વભવમાં શ્રી મહાવીર ભગવાનના શિષ્ય હતા, ત્યારે તેમણે પ્રત્યક્ષ સદ્ગુરુના મહિમાની વાત જાણી હતી તથા પ્રગટ અનુભવી હતી અને આ ભવમાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૫૯ (પત્રાંક-૧૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org