________________
ભૂમિકા
ગાથા ૧૩માં કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે સુપાત્ર જીવે આત્માદિનાં અસ્તિત્વને સિદ્ધ કરતાં હોય એવાં શાસ્ત્રોનું અવલંબન લેવું ઘટે છે. પ્રત્યક્ષ સદ્ગુરુના યોગના અભાવમાં આત્માર્થી જીવે આત્મજાગૃતિ અર્થે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું છે.
સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થયો હોય, પરંતુ તેમનો સત્સમાગમ નિરંતર ન રહેતો હોય તેવા પ્રસંગે શું કરવું તેનું માર્ગદર્શન આપતાં હવે આ ગાથામાં શ્રીમદ્ કહે છે.
ગાથા
ગાથા - ૧૪
‘અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી. મતાંતર ત્યાજ.' (૧૪)૧
અર્થ
અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (૧૪)
Jain Education International
શ્રી સદ્ગુરુનો યોગ થયો હોય, પણ તેમનો સમાગમ સતત મળી શકે એમ ભાવાર્થ ન હોય, ત્યારે તેઓશ્રીએ જે જે શાસ્ત્રોની આજ્ઞા કરી હોય તેનું નિત્ય, નિયમિતપણે, મતમતાંતર તજી અવગાહન કરવા યોગ્ય છે. શ્રીમદે ગાથામાં ‘અવગાહન' શબ્દના પ્રયોગ દ્વારા સત્શાસ્ત્રોની ઊંડી વિચારણા કરવાનું સૂચવ્યું છે. પ્રથમ તો ગ્રંથને વાંચવો જોઈએ, પછી તેનો અર્થ, ભાવાર્થ ઇત્યાદિ સમજીને તેની વિચારણા કરવી જોઈએ અને સ્વાધ્યાય પછી શું ગમ્યું? શા માટે ગમ્યું? શું સમજાયું? એનો વિચાર કરવો જોઈએ. આમ, ખૂબ જ ઉત્સાહથી અને ગંભીરતાથી ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ. વાંચીને માત્ર દલીલ કે દૃષ્ટાંતને યાદ રાખવામાં અટકી ન રહેતાં આત્માની હિતકારી વાતને વારંવાર વાગોળવી જોઈએ અને ઊઠેલી આશંકાઓ કંઈ પણ ગોપવ્યા વગર ગુરુ આગળ વિનયપૂર્વક રજૂ કરી સમાધાન મેળવવું જોઈએ. આમ, વાંચ્યા પછી વિચારવું અને વિચાર્યા પછી વાગોળવું અને પછી તેને દૃઢ કરવું, તેને અવગાહન કહેવાય છે.
સદ્ગુરુએ આજ્ઞા કરેલ સત્શાસ્ત્રનું નિયમિતપણે અને નિયમપૂર્વક શ્રવણ, વાંચન, ૧- પાઠાંતર : ‘અથવા સદ્ગુરુએ કહ્યાં, જો અવગાહન કાજ; તો તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ’
For Private & Personal Use Only
www.jainelibrary.org