________________
ગાથા-૨૯
૫૪૧
વચનોનો પરમાર્થ સમજ્યા વિના તેને એકાંતે ગ્રહણ કરી, મુખપાઠ કરી, અંતર્વેદન વિના વાણીમાં ભાખે છે અને સદ્વ્યવહારનો લોપ કરી, પુરુષાર્થહીન થઈ પ્રવર્તે છે.
નિશ્ચયની કોરી ચર્ચાઓ મુક્તિસાધક બની શકતી નથી. નિશ્ચયનું જ્ઞાન માત્ર શબ્દમાં નહીં, પરંતુ સમગ્ર જીવનમાં અભિવ્યક્ત થવું જોઈએ. જો જ્ઞાનને સત્ક્રિયારૂપ સવ્યવહાર દ્વારા જીવનમાં વણી લેવામાં આવે નહીં તો તે માત્ર બોજારૂપ બને છે. અધ્યાત્મરસપરિણતિ વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ જ છે. ગધેડો સાકરનો ભાર ઉપાડે છે, પણ તેની મીઠાશને ભોગવી શકતો નથી; તેમ શુષ્કજ્ઞાની મતાર્થી જીવ શાસ્ત્રનો ભાર વહે છે, પણ તેમાં રહેલો અધ્યાત્મરસ ચાખી શકતો નથી. ગધેડામાં અને તેનામાં ફરકમાત્ર એટલો છે કે ગધેડો પોતાના શરીર ઉપર બોજો ઉઠાવે છે અને શુષ્કજ્ઞાની જીવ પોતાના મન ઉપર બોજો ઉઠાવે છે! પણ બન્નેનું ભારવહનપણું તો સરખું જ છે. આમ, અનેક જ્ઞાનીઓએ જે કહ્યું છે તે શ્રીમદે પણ એક પત્રમાં જણાવ્યું છે –
‘એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજા જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે.”૨
શુષ્ક અધ્યાત્મી મતાર્થી જીવ માત્ર શબ્દજ્ઞાનને સમ્યજ્ઞાન માની, સ્વસંવેદનના લક્ષ વિના તેમાં અટકી રહી અંતરંગ પરિણમન કરતો નથી અને જે સદ્વ્યવહાર દ્વારા તે અંતરંગ પરિણમન થઈ શકે તેનો, પોતાની વિપરીત મતિના કારણે નિષેધ કરે છે.
મતાર્થી જીવને આત્માનું લક્ષ નહીં હોવાથી શાસ્ત્રોનાં વચનોનું પરિણમન તેને યથાર્થપણે થતું નથી. તેનો પરમાર્થ સમજ્યા વિના તે વિપરીત માન્યતા, પ્રવર્તના તથા પ્રરૂપણા કરીને અનર્થ કરે છે. જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે શુભ ભાવ અને અશુભ ભાવ બન્ને આત્માની વિકારી અંતવૃત્તિઓ છે, બન્ને કર્મબંધનાં કારણ છે અને તેને ઉપાદેય માનવા તે મિથ્યાષ્ટિ છે. દેવપૂજા, ગુરુ-ઉપાસના, દયા, દાન વગેરે શુભ ભાવ ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકૃત, અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૮, શ્લોક ૯
'अधीतिमात्रेण फलन्ति नागमाः, समीहितैर्जीव! सुखैर्भवान्तरे ।
स्वनुष्ठितै किं तु तदीरितैः खरो, न यत्सिताया बहनश्रमात्सुखी ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૨૭ (પત્રાંક-૧૩૯) ૩- એકાંત નિશ્ચયનયવાદી - નિશ્ચયાભાસી જીવ સqક્રિયારૂપ સદ્વ્યવહારનો નિષેધ કઈ રીતે કરે છે તે સંબંધી તર્કયુક્ત દલીલો તથા તેના નિરાકરણ માટે જુઓ ગાથા ૧૩૧નું વિવેચન. અહીં માત્ર એક ઉદાહરણ વડે તેની માન્યતા અને માન્યતામાં રહેલી ભૂલને સંક્ષેપમાં સમજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org