________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૪૧
(II) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં પ્રકરણ ઇત્યાદિ
પ્રકાશન વર્ષ પુસ્તકનું નામ
પ્રકરણ ઇત્યાદિના લેખક વિ.સં. ૧૯૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા ૨ | વિ.સં. ૧૯૯૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા | બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ ૩ | વિ.સં. ૨૦૧૦
પંડિત સુખલાલજી
શાસ્ત્ર ૪ | વિ.સં. ૨૦૨૧ Philosophy of Srimad
શ્રી શાંતિલાલ મગનલાલ પટેલ Rajchandra વિ.સં. ૨૦૨૨ અધ્યાત્મ રાજચંદ્ર
ડૉ. ભગવાનદાસ મહેતા વિ.સં. ૨૦૨૬ શ્રીમદ્ભી જીવનસિદ્ધિ
ડૉ. સરયુબેન મહેતા વિ.સં. ૨૦૫ર Philosophy and Spirituality
ડૉ. યુ.કે. પંગલિયા of Srimad Rajchandra
(I) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં સ્વતંત્ર પુસ્તક
(૧) “આત્મસિદ્ધિ વિવેચન' - બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી
સપુરુષાર્થપ્રેરક અધ્યાત્મવિભૂતિ બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું લઘુ વિવેચન વિ.સં. ૧૯૮૨માં કર્યું હતું, જેનું પ્રકાશન તે પછી ઘણા અરસા બાદ વિ.સં. ૧૯૯૯(ઈ.સ. ૧૯૪૩)માં થયું હતું. તેની ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ત્રીજી આવૃત્તિ વિ.સં. ૨૦૪૨ (ઈ.સ. ૧૯૮૬)માં પ્રકાશિત થઈ હતી.
યુવાવયમાં સંસારપ્રવૃત્તિનો ત્યાગ કરી, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં સ્થિત થયેલા બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ પોતાનું શેષ જીવન સ્વપકલ્યાણમય આત્મસાધનામાં જ વિતાવ્યું હતું. તેમને શ્રીમદ્ પ્રત્યે ખૂબ જ આદર, અત્યંત અહોભાવ અને સમર્પણપૂર્વકનો ભક્તિભાવ હતો; તેમજ તેમનો અપૂર્વ મહિમા હતો. પોતાના પત્રો તથા બોધમાં તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓને વારંવાર ટાંકતા. તેઓ લખે છે –
કૃપાળુદેવને ઘણા ભવનું જે જ્ઞાન હતું તે બધું વલોવી, “આત્મસિદ્ધિ' રૂપી માખણ કાઢ્યું.' ૧- જુઓ : ‘પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જન્મ-શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૭૯ ર- ‘બોધામૃત', ભાગ-૨, ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org