________________
ગાથા-૩૮
૬૮૩ અને તેથી સંસારવનમાં અથડાતો રહ્યો છે. જેમ લક્ષ વગરનું બાણ લક્ષ્યને વીંધી શકે નહીં, તેવી રીતે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતી વખતે કોઈ નિશ્ચિત હેતુ કે લક્ષ મળ્યાં ન હોવાથી તે ચારેકોર રઝળતો રહ્યો છે. આ રીતે નિર્દેશ આથડવાના અને રઝળવાના પરિણામે તે અનંત સંસારની વિટંબનામાં અટવાતો રહ્યો છે. ગમતી વસ્તુને મેળવવા માટે કરવી પડતી જહેમત, અણગમતી વસ્તુને ટાળવા માટે સેવવી પડતી ઉપાધિ, હવે શું થશે એવી ચિંતા અને એ બધી પ્રવૃત્તિ કરવા - ન કરવારૂપ સ્થિતિમાંથી જન્મતી અપાર અશાંતિ તે ભોગવી રહ્યો છે. જો સમજણપૂર્વક આ રઝળપાટથી પાછા ન વળાય તો આ ચિંતા, ઉપાધિ, અશાંતિરૂપ વિટંબના અનંત કાળ સુધી ચાલુ જ રહે છે. શ્રીમદ્ લખે છે કે –
‘અંતજ્ઞનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.”
જેનામાં મુમુક્ષુતા દૃઢ થઈ છે એ જીવ ચિતવે છે કે “આજ સુધી મેં અનંતા પુદ્ગલપરાવર્તનોમાં ચૌદ રાજલોકના અનંતા આંટા માર્યા છે. મેં આ ત્રણ લોકના સર્વ સ્થાનકમાં અનંતી વાર જન્મ-મરણ કર્યા છે. આ પરિભ્રમણથી હવે હું થાક્યો છું. મારે તેનાથી નિવર્તવું છે. હવે મારે પરિભ્રમણ નથી કરવું, ભવવૃદ્ધિના માર્ગ ઉપર હવે નથી રહેવું. ત્રણ લોકનું પરિભ્રમણ છોડી નિજચૈતન્યલોકમાં શાશ્વત નિવાસ કરવો છે.' આમ, પરિભ્રમણનો થાક લાગવાથી, તેનાથી વિરામ પામવાની ઇચ્છાના કારણે, હવે પરિભ્રમણથી કઈ રીતે છૂટાય એવો વિકલ્પ તેને પુનઃ પુનઃ રહ્યા કરે છે. તે સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે, કારણ કે જન્મ, જરા, મરણ, રોગ, શોક વગેરે દુઃખોથી ભરેલો આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી નિરંતર બળી રહ્યો છે એમ તે પ્રત્યક્ષ દેખે છે. આખો સંસાર કેવળ દુઃખરૂપ જ છે. સંસારમાં જે સુખસાધન મનાય છે તે સર્વ પણ પરમાર્થથી તો સુખાભાસરૂપ હોવાથી દુઃખરૂપ જ છે એમ તેને નિશ્ચય વર્તે છે. તે વિચારે છે કે “આ ભયરૂપ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨ ૧ (પત્રાંક-૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org