________________
ગાથા-૨૦
૪૦૧ બતાવનાર સદ્ગુરુ પ્રત્યે તેને અનન્ય ભક્તિ, બહુમાન જાગે છે. સદ્દગુરુની આજ્ઞામાં નિરંતર ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી વૃત્તિ એકતાન થતાં, સગુરુનું અંતરંગ ઐશ્વર્યયુક્ત અલૌકિક સ્વરૂપ ઓળખાતાં તે અંતર્મુખ થાય છે. અનાદિની મોહાંધ દૃષ્ટિ ટળી જઈ અંતરંગ દષ્ટિ ખૂલી જાય છે અને ઉપયોગની સ્થિરતાથી તેને અનુભવના અમૃતનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. પછી તે ભવ્યાત્મા પુરુષાર્થ વડે ચારિત્રદશાને પ્રાપ્ત કરી, શુક્લધ્યાનમાં આરૂઢ થઈ, સર્વ કર્મો ક્ષય કરી, સર્વોત્કૃષ્ટ સચ્ચિદાનંદમય સિદ્ધદશા પામે છે. આ પ્રમાણે સદ્ગુરુના વિનયથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે.
આમ, સંસારસાગર તરવા માટે આ વિનયમાર્ગ જેવો બીજો કોઈ માર્ગ નથી. ભૂતકાળ, વર્તમાન કાળે, ભવિષ્ય કાળે આ એક જ માર્ગ છે કે સદ્ગુરુને ઓળખી, તેમના ગુણોને ઓળખી, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિરૂપ પરમ વિનય ધારણ કરી તેમના બતાવેલા માર્ગે ચાલવું. વિનય ગુણની આરાધનાથી ઉત્તરોત્તર વધતી ભૂમિકા પ્રાપ્ત થાય છે અને આઠે કર્મોનો ક્ષય થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વિનય સર્વ ઉન્નતિનું મૂળ છે. આચાર્યશ્રી ઉમાસ્વાતિજી કહે છે કે વિનયનું ફળ ગુરુસેવા, ગુરુની સેવાનું ફળ જ્ઞાનપ્રાપ્તિ, જ્ઞાનનું ફળ વિરતિ (ત્યાગભાવ) અને વિરતિનું ફળ આવતાં કર્મોનો અટકાવ, સંવરનું ફળ તપબળ અને તપનું ફળ નિર્જરા છે એમ અનુભવ્યું છે; નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે અને ક્રિયાનિવૃત્તિપણાથી અયોગીપણું થાય છે. યોગનિરોધથી સંસારનો મૂળથી ક્ષય થાય છે અને આખા સંસારનો મૂળથી ક્ષય થવાથી મોક્ષ થાય છે. એટલા માટે સર્વ કલ્યાણનો આધાર વિનય છે. જેને પરમાર્થપ્રાપ્તિની રુચિ પ્રગટી છે એવા સુલભબોધિ, આત્માર્થી, “સુભાગ્ય' જીવને શ્રી વીતરાગ ભગવંતે ભાખેલા વિનયમાર્ગની રુચિ થયા વિના રહેતી નથી.
શ્રીમદે આ ગાથામાં પ્રયોજેલ “સુભાગ્ય’ શબ્દમાં ગર્ભિતપણે તેમના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈનો ઉલ્લેખ પણ આવી જાય છે કે જેમની વિનંતીથી આ અવનિના અમૃત સમી ‘શ્રી આત્મસિદ્ધિ' ની રચના થઈ હતી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
અત્રે “સુભાગ્ય' - સૌભાગ્ય શબ્દથી શ્રીમદે પોતાના અનન્ય પરમાર્થસખા - ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૭૨-૭૪
'विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चावनिरोधः ।। संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ।। योगनिरोधाद्भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org