________________
૪૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અનન્ય સશિષ્ય સૌભાગ્યને ગર્ભિતપણે મૃત કરી અમૃત (Immortal) કર્યો છે. કારણ કે આ પરમ આત્મઉપકારભૂત વિનય માર્ગના આ મૂળ હેતુને આ કાળમાં પરમ આજ્ઞાધીન આજ્ઞાંકિતપણે વર્તનમાં મૂકનારો આ પરમ વિનયાન્વિત વિનયમૂર્તિ પરમ શિષ્ય આ સૌભાગ્ય છે. આવા પરમ ઉદાહરણરૂપ શ્રી સૌભાગ્ય જેવો કોઈ વિરલો સૌભાગ્ય - “સુભાગ્ય' આ અદ્ભુત વિનયમાર્ગના મૂળ હેતુને સમજે, હૃદયમાં દેઢ નિશ્ચયથી ધારણ કરે અને પરમ આદરથી આચરે. આમ - અત્રે “સુભાગ્ય' પદના સૂચક પ્રયોગથી શ્રીમદે પોતાના પરમાર્થસખા - પરમાર્થશિષ્ય સૌભાગ્યને અમર કરેલ છે. અને આ આત્મસિદ્ધિ અમૃતશાસ્ત્રના સમુભવ - નિમિત્તરૂપ આ શ્રી સૌભાગ્યભાઈ જ હતા, એટલે આ સશિષ્યને અત્રિ ઋત કરી શ્રીમદ્દ શાસ્ત્રકારે અમૃત કર્યો હોય એ સમુચિત જ છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘એવો માર્ગ વિનય તણો, શ્રી જિનશાસન સાર; ગુણ અનંતનું મૂળ એ, સમ્યગૂ ધર્મ આધાર. ભવ્ય આત્મહિત કારણે, ભાખ્યો શ્રી વીતરાગ; પરમ વિનય સભાવથી, સેવે તે મહાભાગ્ય. માન મહા મદ મારવા, વિનયની શક્તિ અનંત; મૂળ હેતુ એ માર્ગનો, જાણે વિરલા સંત. પરમ ધર્મનો મર્મ એ, સર્વ સંગ પરિત્યાગ; સહજ થાય એ માર્ગને, સમજે કોઈ સુભાગ્ય.’
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૯૦ ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૭-૨૧૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૭૦-૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org