________________
૪૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અંધકારમાં ગરકાવ બની તેઓ કહે છે કે ‘વિગઈ રોજ લેવામાં કાંઈ વાંધો નથી' અને શ્રી ઉદાયન રાજર્ષિનું ઉદાહરણ આગળ કરી પોતાનો બચાવ કરે છે. તેઓ કહે છે કે ‘શ્રી ઉદાયન રાજર્ષિ વારંવાર વિગઇનું સેવન કરતા હતા અને તેઓ ભગવાનની આજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિ કરે નહીં અને તેથી વિગઈ લેવી નિર્દોષ છે.' પરંતુ તેઓ સમજતા નથી કે શ્રી ઉદાયન રાજર્ષિએ નિષ્કારણ વિગઇનું સેવન કર્યું ન હતું. તેમણે વિગઇનું સેવન રસગારવને આધીન થઈને કે દેહની પુષ્ટિ માટે કર્યું ન હતું. તેમનું શરીર ઠંડા કે લુખ્ખા પદાર્થોને સહન કરી શકતું ન હતું, તેથી તેઓ ગોકુળમાં જઈ દહીંનું સેવન કરતા હતા. તેમનું વિગઇલેવન સંયમયાત્રાની સાધના માટે જ હતું. જ્યારે દેહની અવસ્થા સંયમસાધનામાં અંતરાયરૂપ બની ત્યારે તે અંતરાયનો નાશ કરવા પૂરતો જ તેમણે વિગઇનો ઉપયોગ કર્યો હતો. પરંતુ મતાથ તેમનું દૃષ્ટાંત આગળ કરીને રોજ વિગઈ વાપરવામાં જિનાજ્ઞાભંગનો કોઈ દોષ નથી લાગતો એમ અજ્ઞાની-મૂઢ-ભોળા ભક્તજનોને જણાવે છે અને તે પ્રવૃત્તિનો તેમને રંજ પણ થતો નથી. તે પ્રવૃત્તિ તેમના હૃદયને જરા પણ ક્ષોભ પમાડતી નથી. પરિણામે પોતાની શિથિલતાનો શિથિલતારૂપે સ્વીકાર ન કરતાં એને જ માર્ગરૂપે, સત્યરૂપે પ્રતિપાદિત કરી પોતાનું તો અહિત કરે જ છે, પણ સાથે સાથે અનેક અજ્ઞાની જીવોનું પણ અહિત કરે છે. તે અનેક આત્માઓને ઉન્માર્ગમાં સન્માર્ગની સંજ્ઞા કરાવી, સન્માર્ગસન્મુખ થતાં અટકાવે છે; અધર્મને ધર્મરૂપે સમજાવી ધર્મની આરાધના કરવામાં બાધા પહોંચાડે છે; અનાચારને આચારમાં ખપાવી, આચારની ઉપેક્ષા કરવા પ્રેરે છે.
જે મુમુક્ષુ હોય તે તો જિનાજ્ઞાને વફાદાર રહી ઉત્સર્ગ માર્ગે ચાલવાની રુચિવાળો જ હોય છે. અપવાદનું નિરર્થક સેવન કરવા માટે એનું હૃદય તૈયાર જ થતું નથી. અપવાદનું સેવન કરવા એ ત્યારે જ તૈયાર થાય કે જ્યારે જિનાજ્ઞાનુસાર અપવાદાચરણ કરવું પડે એવા અનિવાર્ય સંયોગો ઉપસ્થિત થયા હોય અને એવા સંયોગોમાં પણ એ જે અપવાદાચરણ કરે તે જિનાજ્ઞાને અનુસરીને જ કરે. તેથી તેનું અપવાદાચરણ ચારિત્રનો ઘાત કરનારું નથી થતું, ઊલટું તે અપવાદાચરણ સંયમજીવનની પુષ્ટિ કરનારું બને છે. પરંતુ મતાર્થી તો આત્મહિતની - આત્મરક્ષાની ઉપેક્ષા કરી, ક્ષણિક લાભની લાલસામાં તણાઈ જઈને મર્યાદાઓનો ભંગ કરે છે અને મોહથી મૂઢ પરિણામવાળો બનીને એ અકર્તવ્યને કર્તવ્યરૂપે પ્રતિપાદિત કરે છે.
મતાર્થી પોતાના શિથિલાચારનો સ્વીકાર નથી કરતો. તે સરળતાથી સત્ય નથી ૧- જુઓ : આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ', વંદન અધ્યયન, ગાથા ૧૧૯૯
'भत्तं वा पाणं वा भुत्तूणं लावलवियमविसुद्धं । तो अवज्जपडिच्छन्ना उदायणरिसिं ववइसति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org