________________
ગાથા-૨૨
૪૨૯
કહેતો કે “આ મારી ભૂલ છે, હું ગુણહીન છું, મારામાં ભગવાને બતાવેલું જીવન જીવવાની શક્તિ નથી, હું પ્રમાદને આધીન થઈ ગયો છું, મને વિષય-કપાય પીડી રહ્યા છે, એથી મારાથી વિધિ મુજબનું જીવન જિવાતું નથી, માર્ગ તો ભગવાને કહ્યો છે તે જ છે, હું જીવું છું તેમ નથી.' આમ, જો તે પોતાના દોષને પ્રગટ કરે તો તેના આત્માની અધોગતિ ન થાય અને સમાજ પણ ગેરમાર્ગે ન દોરવાય. પરંતુ મતાથી તો ખોટાં ખોટાં કારણો આપી પોતાના દોષોને છુપાવે છે અને પાપની જ વૃદ્ધિ કરે છે. તેને આત્મકલ્યાણકારક પ્રવૃત્તિઓ કષ્ટરૂપ, બોજારૂપ, બંધનરૂપ, ઉપાધિરૂપ અને આપત્તિરૂપ લાગે છે. આથી તેવી આત્મકલ્યાણકારક પ્રવૃત્તિથી છૂટવા માટે તે કોઈ ને કોઈ ઉપાય શોધ્યા જ કરે છે.
મતાથી પોતાના બચાવ માટે, પોતાની નિર્બળતા છુપાવવા માટે કહે છે કે “કાળ વિષમ છે', ‘આ કાળમાં આવું બને જ નહીં', ‘ભગવાને પણ કહ્યું છે કે દુષમ કાળમાં ચારિત્ર પાળવું દુષ્કર છે’, ‘આજે આવું કોણ કરે છે?', ‘લોકોનું માનસ પણ જોવું જોઈએ’, ‘મારું શરીર કામ આપતું નથી', “અત્યારે તો મારાથી ત્યાગ અને વૈયાવચ્ચ થઈ શકે તેમ નથી, કારણ કે આ ઉંમર અભ્યાસની છે. શાસ્ત્રાધ્યયનનો કાળ છે, તો આ વયમાં - આ સમયમાં વૈયાવચ્ચ અને તપ-ત્યાગમાં પડી જઈએ તો અભ્યાસ કેવી રીતે થાય?’, ‘વિહાર જ કર્યા કરીએ તો અભ્યાસ ક્યારે થાય?', “શું આખો દિવસ ક્રિયા જ કર્યા કરીએ?', ‘આગળના મહાત્માઓ પણ ભણવા માટે, શરીર માટે અનેક અપવાદો સેવતા હતા', ‘તપ વિના પણ કેવળજ્ઞાન થઈ શકે છે. કુરગડુ મુનિએ ક્યાં તપ કર્યું હતું?', “શરીર તો સાચવવું જ પડેને? એને સાચવ્યા વિના ધર્મ નથી થતો. તેથી શરીરની ઉપેક્ષા થોડી કરાય?', “સંઘયણ પણ નબળું છે', આવું તો દરેક કાળમાં ચાલે જ છે', “બધાથી કાંઈ બધું થતું હશે?', “બહુ ભણીને શું કામ છે?', “માષતુષ મુનિ ક્યાં બહુ ભણેલા હતા', “માત્ર વૈયાવચ્ચથી પણ તરી જઈશું. નંદિષેણ મુનિ વૈયાવચ્ચથી જ તરી ગયા હતાને!'
શિયાળામાં કહે કે “હમણાં તો ઠંડી પડે છે. આ દિવસોમાં કોઈ ક્રિયાઓ બરાબર ન થાય, રાત ઘણી મોટી હોય છે. શરીર લુખ્ખું થઈ ગયું છે, તેથી તપ થઈ શકે એમ નથી. આવી ઠંડીમાં જાગીને સ્વાધ્યાય શી રીતે કરવો? સવારના પહોરમાં કાંઈક ગરમાગરમ મળે તો જ શરીર ચાલે, કામ થાય અને ભણાય-ગણાય.' ઉનાળામાં કહે કે ‘આવી ગરમીમાં તપ કેવી રીતે થાય? ઠંડક માટે કાંઈક તો જોઈએને? વિહારમાં પણ બહુ તાપ થઈ જાય છે! મેલાં કપડાં આ ઋતુમાં ન પાલવે. પરસેવો કેટલો વળે, કપડાં પણ ચામડાં જેવાં થઈ જાય છે. આવી સ્થિતિમાં સ્વાધ્યાયમાં જોઈએ તેવી મઝા પણ કેવી રીતે આવે?' ચોમાસું હોય તો કહે કે “હવા ભેજવાળી છે, વાતાવરણ બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org